Skip to content
સાહિત્યિક કૃતિ / લેખ / સંશોધન પેપર / પુસ્તક સમીક્ષા મોકલવા માટેની મહત્ત્વપૂર્ણ સૂચનાઓ
- આ સામાયિક સાહિત્ય અને અન્ય લલિત કલાઓ સંબંધિત અભિવ્યક્તિનું માધ્યમ છે. તો એ વિષયક્ષેત્રોને ધ્યાનમાં રાખીને જ કૃતિ / લેખ / સંશોધન પેપર પ્રકાશિત કરવા માટે મોકલવા અનુરોધ છે. બિનસાહિત્યિક કે બિન કલાકીય વિષયક્ષેત્રો સંબંધિત કોઈ અભિવ્યક્તિને અહીં સ્થાન આપી શકાશે નહીં.
- આ સામાયિક દ્વારા કૃતિ / લેખ / સંશોધન પેપરનાં સબમિશન અને પ્રકાશન માટે કોઈ પ્રકારની ફી લેવામાં આવતી નથી.
- આ સામાયિકમાં પ્રકાશન હેતુ મોકલેલ કોઈ પણ સાહિત્ય કૃતિ / લેખ / સંશોધન પેપર માટે ફક્ત માઇક્રોસોફ્ટ વર્ડ (.doc /.docx ) ફાઇલ ફોર્મેટ જ માન્ય રહેશે. Microsoft Word સિવાયનાં ફોર્મેટમાં મોકલવામાં આવેલ કોઈ પણ લિખિત સામગ્રીનો અસ્વીકાર કરવામાં આવશે.
- આપના દ્વારા મોકલવામાં આવેલ કોઈ પણ સાહિત્ય કૃતિ / લેખ / સંશોધન પેપરને આ સામાયિક દ્વારા સૂચવવામાં આવેલ નિયત ફોર્મ દ્વારા જ અપલોડ કરવાનું રહેશે. આ સિવાયના કોઈ પણ ઓનલાઈન માધ્યમથી કે પોસ્ટ સેવા, કુરિયર અથવા અન્ય કોઇ રૂબરૂ માધ્યમ દ્વારા મોકલાવેલ સામગ્રીનો અસ્વીકાર કરવામાં આવશે.
- Microsoft Wordમાં સાહિત્ય કૃતિ / લેખ / સંશોધન પેપર તૈયાર કરતી વખતે શ્રુતિ ફોન્ટની ૧૨ સાઈઝ રાખવી. માન્ય ફોન્ટ અને તેની સાઇઝ અંગે આપેલ સૂચનાનું પાલન ન કર્યું હોય તેવી સામગ્રીનો અસ્વીકાર કરવામાં આવશે.
- વિવિધ લેખન સામગ્રી માટે શબ્દોની સંખ્યા મર્યાદા નીચે મુજબ છે.
- સંશોધન પેપર / લેખ : આશરે ૨૦૦૦ થી ૫૦૦૦ શબ્દો.
- સર્જનાત્મક ગદ્ય કૃતિ : આશરે વધુમાં વધુ ૬૦૦૦ શબ્દો.
- સર્જનાત્મક પદ્ય કૃતિ : આશરે વધુમાં વધુ ૨૦૦૦ શબ્દો.
- લેખ / સંશોધન પેપરનું રચનાવિધાન નીચે દર્શાવેલ માર્ગદર્શિકા અનુસાર રાખવું જરૂરી છે.
- શીર્ષક
- સંપૂર્ણ લેખ
- લેખ અંગે જરૂરી રીમાર્ક, અઘરા શબ્દોની સમજુતી, જરૂરી નોંધ. (વૈકલ્પિક)
- સંદર્ભ યાદી.
- લેખકનું નામ
- હોદ્દો (વૈકલ્પિક)
- સરનામું
- ઇ-મેઇલ
- મોબાઇલ નંબર.
- લેખકનો સંક્ષેપમાં પરિચય. (વૈકલ્પિક) (આશરે ૧૦૦ શબ્દોમાં)
- દરેક પાનાની સાથે પાદટીપ / ફૂટનોટ સ્વરૂપે સંદર્ભો જોડવા નહીં. જો તેમ કરેલ હશે તો તે લેખ / સંશોધન પત્રનો અસ્વીકાર કરવામાં આવશે.
- સમગ્ર લેખમાં ક્યાંય પણ અન્ડરલાઇન કરવી નહીં અને લેખન સામગ્રીમાંની વિગતો જો પત્રક સ્વરૂપે (ટેબલ ફોર્મેટમાં) રજૂ કરવી અનિવાર્ય હોય તો જ તેનો ઉપયોગ કરવો.
- આપની લિખિત સ્વરૂપમાં મોકલેલ સાહિત્ય કૃતિ / લેખ / સંશોધન પેપર નિયત ફોર્મના માધ્યમથી સફળતાપૂર્વક સબમિટ થયે આપને તે અંગેનો કન્ફર્મેશન સંદેશ મળશે. આથી અવઢવમાં આવીને એની એ જ લિખિત સામગ્રીને વારંવાર સબમિટ કરવી નહીં.
- સાહિત્યથી ઈત્તર અન્ય કલા (ચિત્ર, શિલ્પ, સંગીત, ફોટોગ્રાફી, નાટક, નૃત્ય) સંબંધિત કૃતિઓ મોકલવા માટે માર્ગદર્શક સૂચનાઓ નીચે પ્રમાણે છે :
- આ સામયિકમાં સાહિત્યકલા સિવાય ચિત્ર, શિલ્પ, સંગીત, ફોટોગ્રાફી, નાટક, નૃત્ય જેવી કલા અભિવ્યક્તિઓને પ્રકાશિત કરવામાં આવશે. આ માટે નિયત કરેલી પદ્ધતિ દ્વારા જ તેનું સબમીશન કરવું અનિવાર્ય છે.
- આ પ્રકારની કલાકૃતિઓને માત્ર ફોટોગ્રાફ્સ, ઓડિયો અને વિડિયો ફોરમેટ દ્વારા જ રજૂ કરી શકાશે.
- આ પ્રકારની કલાકૃતિઓને ૯૪૨૯૧૯૩૧૧૧ મોબાઇલ નંબર પર ફક્ત ‘ટેલીગ્રામ એપ્લીકેશન’ દ્વારા જ ફોટોગ્રાફ્સ, ઓડિયો અને વિડિયો સ્વરૂપમાં સ્વીકારવામાં આવશે. અન્ય કોઈ માધ્યમ દ્વારા મોકલવામાં આવેલી કલાકૃતિઓનો અસ્વીકાર કરવામાં આવશે.
- સબમિટ થયેલ તમામ પ્રકારની કૃતિ / લેખ / સંશોધન પેપર, પીઅર રિવ્યુ થયા બાદ સંપાદક સમિતિને યોગ્ય લાગશે તો જ પ્રકાશિત કરવામાં આવશે.
- કૃતિ / લેખ / સંશોધન પેપરની માત્ર પ્રકાશન થયા અંગેની જાણ ઇમેઇલ મારફતે કરવામાં આવશે. સ્વીકૃતિ અને અસ્વીકૃતિ અંગેની કોઈ જ જાણ કરવામાં આવશે નહીં. આપની સામગ્રીનો સમાવેશ જે તે અંકમાં ન થયો હોય તો આગામી અંકોની પ્રતીક્ષા કરવી.
- આ સામયિકમાં કૃતિ, લેખ, સંશોધન પેપર, સ્વીકારવા માટે કોઈ પણ પ્રકારની આર્થિક લેવડદેવડ કરવામાં આવતી નથી. માટે તે અંગે કોઈ પણ માધ્યમ દ્વારા પૂછપરછ કરવી નહીં.
- આ સામયિકમાં પ્રગટ થતા તમામ લખાણોમાંના વિચારો / અભિપ્રાયો અંગેની જવાબદારી જે-તે સર્જક / લેખકની રહેશે. આ સામાયિક સાથે સંકળાયેલ પ્રકાશક કે સંપાદક સમિતિ તે અંગે ઉત્તરદાયી નથી.
- આપને માત્ર સ્વરચિત સાહિત્યકૃતિ / લેખ / સંશોધન પેપર મોકલવા અનુરોધ છે. અન્ય કોઈ જગ્યાએથી ઉઠાંતરી કરેલ કે અન્ય સર્જક / લેખકની લેખન સામગ્રી કે કલાકૃતિ પોતાના નામે પ્રકાશિત કરવા મોકલવી નહીં. જો આમ કર્યાનું માલુમ થશે તો જે તે વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલ કોઈ પણ સામગ્રીને આ સામાયિકમાં ફરી ક્યારેય પ્રકાશિત નહીં કરવામાં આવે. આ ઉપરાંત, મોકલેલ કૃતિ / લેખ / સંશોધન પેપર જો અન્ય કોઈ વ્યક્તિની માલિકીના માલૂમ પડશે તો તે અંગેની તમામ પ્રકારની જવાબદારી મોકલનાર વ્યક્તિની રહેશે તથા copyright સંબંધિત વિવાદ વિશેની તમામ પ્રકારની જવાબદારી પણ કૃતિ / લેખ /સંશોધન પેપર મોકલનારની જ રહેશે. આ માટે આ સામાયિક સાથે સંકળાયેલ કોઈ પણ વ્યક્તિ ઉત્તરદાયી નથી.
- અગાઉ કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્વરૂપે પ્રકાશિત થયેલ કે પ્રકાશન માટે મોકલેલ સામગ્રી આ સામાયિકમાં પ્રકાશિત કરવા માટે મોકલવી નહીં.
- ભાષાકીય ભૂલ ભરેલ લિખિત સામગ્રીનો અસ્વીકાર કરવામાં આવશે.
- પ્રકાશિત થયેલ સંશોધન પેપર / લેખમાં કોઈ ખોટી અથવા ભૂલભરેલી માહિતી સામેલ હોવાનું માલુમ પડશે તો તે સામગ્રી અમારા ડેટાબેઝમાંથી કાયમી ધોરણે દૂર કરવામાં આવશે.
- કોઈ પણ સામગ્રીને આ સામાયિકમાં સ્થાન આપવું કે ન આપવું એ અંગેનો અંતિમ નિર્ણય સંપાદકીય સમિતિનો રહેશે. એ અંગે કોઈ પણ ચર્ચા, દાવા-દલીલો કે વિવાદપત્રો માટે અહીં અવકાશ નથી.