સાહિત્યિક કૃતિ / લેખ / સંશોધન પેપર / પુસ્તક સમીક્ષા મોકલવા માટેની મહત્ત્વપૂર્ણ સૂચનાઓ

  1. આ સામાયિક સાહિત્ય અને અન્ય લલિત કલાઓ સંબંધિત અભિવ્યક્તિનું માધ્યમ છે. તો એ વિષયક્ષેત્રોને ધ્યાનમાં રાખીને જ કૃતિ / લેખ / સંશોધન પેપર પ્રકાશિત કરવા માટે મોકલવા અનુરોધ છે. બિનસાહિત્યિક કે બિન કલાકીય વિષયક્ષેત્રો સંબંધિત કોઈ અભિવ્યક્તિને અહીં સ્થાન આપી શકાશે નહીં.
  2. આ સામાયિક દ્વારા કૃતિ / લેખ / સંશોધન પેપરનાં સબમિશન અને પ્રકાશન માટે કોઈ પ્રકારની ફી લેવામાં આવતી નથી.
  3. આ સામાયિકમાં પ્રકાશન હેતુ મોકલેલ કોઈ પણ સાહિત્ય કૃતિ / લેખ / સંશોધન પેપર માટે ફક્ત માઇક્રોસોફ્ટ વર્ડ (.doc /.docx ) ફાઇલ ફોર્મેટ જ માન્ય રહેશે. Microsoft Word સિવાયનાં ફોર્મેટમાં મોકલવામાં આવેલ કોઈ પણ લિખિત સામગ્રીનો અસ્વીકાર કરવામાં આવશે.
  4. આપના દ્વારા મોકલવામાં આવેલ કોઈ પણ સાહિત્ય કૃતિ / લેખ / સંશોધન પેપરને આ સામાયિક દ્વારા સૂચવવામાં આવેલ નિયત ફોર્મ દ્વારા જ અપલોડ કરવાનું રહેશે. આ સિવાયના કોઈ પણ ઓનલાઈન માધ્યમથી કે પોસ્ટ સેવા, કુરિયર અથવા અન્ય કોઇ રૂબરૂ માધ્યમ દ્વારા મોકલાવેલ સામગ્રીનો અસ્વીકાર કરવામાં આવશે.
  5.  Microsoft Wordમાં સાહિત્ય કૃતિ / લેખ / સંશોધન પેપર તૈયાર કરતી વખતે શ્રુતિ ફોન્ટની ૧૨ સાઈઝ રાખવી. માન્ય ફોન્ટ અને તેની સાઇઝ અંગે આપેલ સૂચનાનું પાલન ન કર્યું હોય તેવી સામગ્રીનો અસ્વીકાર કરવામાં આવશે.
  6. વિવિધ લેખન સામગ્રી માટે શબ્દોની સંખ્યા મર્યાદા નીચે મુજબ છે.
    1. સંશોધન પેપર / લેખ : આશરે ૨૦૦૦ થી ૫૦૦૦ શબ્દો.
    2. સર્જનાત્મક ગદ્ય કૃતિ : આશરે વધુમાં વધુ ૬૦૦૦ શબ્દો.
    3. સર્જનાત્મક પદ્ય કૃતિ : આશરે વધુમાં વધુ ૨૦૦૦ શબ્દો.
  7. લેખ / સંશોધન પેપરનું રચનાવિધાન નીચે દર્શાવેલ માર્ગદર્શિકા અનુસાર રાખવું જરૂરી છે.
    1. શીર્ષક
    2. સંપૂર્ણ લેખ
    3. લેખ અંગે જરૂરી રીમાર્ક, અઘરા શબ્દોની સમજુતી, જરૂરી નોંધ. (વૈકલ્પિક)
    4. સંદર્ભ યાદી.
    5. લેખકનું નામ
    6. હોદ્દો (વૈકલ્પિક)
    7. સરનામું
    8. ઇ-મેઇલ
    9. મોબાઇલ નંબર.
    10. લેખકનો સંક્ષેપમાં પરિચય. (વૈકલ્પિક) (આશરે ૧૦૦ શબ્દોમાં)
  8. દરેક પાનાની સાથે પાદટીપ / ફૂટનોટ સ્વરૂપે સંદર્ભો જોડવા નહીં. જો તેમ કરેલ હશે તો તે લેખ / સંશોધન પત્રનો અસ્વીકાર કરવામાં આવશે.
  9. સમગ્ર લેખમાં ક્યાંય પણ અન્ડરલાઇન કરવી નહીં અને લેખન સામગ્રીમાંની વિગતો જો પત્રક સ્વરૂપે (ટેબલ ફોર્મેટમાં) રજૂ કરવી અનિવાર્ય હોય તો જ તેનો ઉપયોગ કરવો.
  10. આપની લિખિત સ્વરૂપમાં મોકલેલ સાહિત્ય કૃતિ / લેખ / સંશોધન પેપર નિયત ફોર્મના માધ્યમથી સફળતાપૂર્વક સબમિટ થયે આપને તે અંગેનો કન્ફર્મેશન સંદેશ મળશે. આથી અવઢવમાં આવીને એની એ જ લિખિત સામગ્રીને વારંવાર સબમિટ કરવી નહીં.
  11. સાહિત્યથી ઈત્તર અન્ય કલા (ચિત્ર, શિલ્પ, સંગીત, ફોટોગ્રાફી, નાટક, નૃત્ય) સંબંધિત કૃતિઓ મોકલવા માટે માર્ગદર્શક સૂચનાઓ નીચે પ્રમાણે છે :
    1. આ સામયિકમાં સાહિત્યકલા સિવાય ચિત્ર, શિલ્પ, સંગીત, ફોટોગ્રાફી, નાટક, નૃત્ય જેવી કલા અભિવ્યક્તિઓને પ્રકાશિત કરવામાં આવશે. આ માટે નિયત કરેલી પદ્ધતિ દ્વારા જ તેનું સબમીશન કરવું અનિવાર્ય છે.
    2. આ પ્રકારની કલાકૃતિઓને માત્ર ફોટોગ્રાફ્સ, ઓડિયો અને વિડિયો ફોરમેટ દ્વારા જ રજૂ કરી શકાશે.
    3. આ પ્રકારની કલાકૃતિઓને ૯૪૨૯૧૯૩૧૧૧ મોબાઇલ નંબર પર ફક્ત ‘ટેલીગ્રામ એપ્લીકેશન’ દ્વારા જ ફોટોગ્રાફ્સ, ઓડિયો અને વિડિયો સ્વરૂપમાં સ્વીકારવામાં આવશે. અન્ય કોઈ માધ્યમ દ્વારા મોકલવામાં આવેલી કલાકૃતિઓનો અસ્વીકાર કરવામાં આવશે.
  12. સબમિટ થયેલ તમામ પ્રકારની કૃતિ / લેખ / સંશોધન પેપર, પીઅર રિવ્યુ થયા બાદ સંપાદક સમિતિને યોગ્ય લાગશે તો જ પ્રકાશિત કરવામાં આવશે.
  13. કૃતિ / લેખ / સંશોધન પેપરની માત્ર પ્રકાશન થયા અંગેની જાણ ઇમેઇલ મારફતે કરવામાં આવશે. સ્વીકૃતિ અને અસ્વીકૃતિ અંગેની કોઈ જ જાણ કરવામાં આવશે નહીં. આપની સામગ્રીનો સમાવેશ જે તે અંકમાં ન થયો હોય તો આગામી અંકોની પ્રતીક્ષા કરવી.
  14. આ સામયિકમાં કૃતિ, લેખ, સંશોધન પેપર, સ્વીકારવા માટે કોઈ પણ પ્રકારની આર્થિક લેવડદેવડ કરવામાં આવતી નથી. માટે તે અંગે કોઈ પણ માધ્યમ દ્વારા પૂછપરછ કરવી નહીં.
  15. આ સામયિકમાં પ્રગટ થતા તમામ લખાણોમાંના વિચારો / અભિપ્રાયો અંગેની જવાબદારી જે-તે સર્જક / લેખકની રહેશે. આ સામાયિક સાથે સંકળાયેલ પ્રકાશક કે સંપાદક સમિતિ તે અંગે ઉત્તરદાયી નથી.
  16. આપને માત્ર સ્વરચિત સાહિત્યકૃતિ / લેખ / સંશોધન પેપર મોકલવા અનુરોધ છે. અન્ય કોઈ જગ્યાએથી ઉઠાંતરી કરેલ કે અન્ય સર્જક / લેખકની લેખન સામગ્રી કે કલાકૃતિ પોતાના નામે પ્રકાશિત કરવા મોકલવી નહીં. જો આમ કર્યાનું માલુમ થશે તો જે તે વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલ કોઈ પણ સામગ્રીને આ સામાયિકમાં ફરી ક્યારેય પ્રકાશિત નહીં કરવામાં આવે. આ ઉપરાંત, મોકલેલ કૃતિ / લેખ / સંશોધન પેપર જો અન્ય કોઈ વ્યક્તિની માલિકીના માલૂમ પડશે તો તે અંગેની તમામ પ્રકારની જવાબદારી મોકલનાર વ્યક્તિની રહેશે તથા copyright સંબંધિત વિવાદ વિશેની તમામ પ્રકારની જવાબદારી પણ કૃતિ / લેખ /સંશોધન પેપર મોકલનારની જ રહેશે. આ માટે આ સામાયિક સાથે સંકળાયેલ કોઈ પણ વ્યક્તિ ઉત્તરદાયી નથી.
  17. અગાઉ કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્વરૂપે પ્રકાશિત થયેલ કે પ્રકાશન માટે મોકલેલ સામગ્રી આ સામાયિકમાં પ્રકાશિત કરવા માટે મોકલવી નહીં.
  18. ભાષાકીય ભૂલ ભરેલ લિખિત સામગ્રીનો અસ્વીકાર કરવામાં આવશે.
  19. પ્રકાશિત થયેલ સંશોધન પેપર / લેખમાં કોઈ ખોટી અથવા ભૂલભરેલી માહિતી સામેલ હોવાનું માલુમ પડશે તો તે સામગ્રી અમારા ડેટાબેઝમાંથી કાયમી ધોરણે દૂર કરવામાં આવશે.
  20. કોઈ પણ સામગ્રીને આ સામાયિકમાં સ્થાન આપવું કે ન આપવું એ અંગેનો અંતિમ નિર્ણય સંપાદકીય સમિતિનો રહેશે. એ અંગે કોઈ પણ ચર્ચા, દાવા-દલીલો કે વિવાદપત્રો માટે અહીં અવકાશ નથી.
  •