પહેલગામે કદી નહીં જોયુ નહોતું
એવો દૃશ્ય…
પર્વતથી પડ્યું એ જળ નહોતું,
એ તો પડ્યા હતા માનવીયતાના અશ્રુ।
લિધર નદી, જે વહેતી હતી ગીતની જેમ,
આજે લોહીના રંગે લાલ થઈ ગઈ,
અને પવન,
જે ઉડાવતો હતો ઘાસફૂલોને,
આજે લઈ આવ્યો ક્રંદનનું ભારણ…
જ્યાં સામ્રાજ્ય શાંતિએ જમાવેલું હતું,
એજ રસ્તા, હવે વિસ્ફોટની ક્ષણો યાદ કરે છે,
એક ઝાઝો ધુમાડો,
અને અનેક માતાઓનું તૂટી પડેલું હૃદય… પહેલ…ગા…મ…
- મધુસૂદન પરમાર
