૩. ઝાકળની ચાવી : સ્નેહી પરમાર

તમે ઝાકળની ચાવીથી ખોલિયા રે

મારા વહેલી સવાર જેવા ઓરતા

વહેલી સવાર, તારી આંખોથી ટપકેલી

પહેલ-વહેલી વાત જેવી મીઠી

વહેલી સવાર, મારા જોયાં-નજોયેલાં

સપનાંઓ ટાંકવાની ખીંટી

તમે પાંપણની ચાવીથી ખોલિયાં રે

મારા વહેલી સવાર જેવા ઓરતા

ઝાકળનું ગામ સાવ અટકળનું ગામ

એમાં સાચકલા જીવ હું ને તું

સૂરજના રસ્તા પર ઝાકળનો રથ લઇને

નીકળેલા જીવ હું અને તું

તમે વાદળની ચાવીથી ખોલિયા રે

મારા વહેલી સવાર જેવા ઓરતા

તમે ઝાકળની ચાવીથી ખોલિયા રે
મારા વહેલી સવાર જેવા ઓરતા

વહેલી સવાર, તારી આંખોથી ટપકેલી
                   પહેલ-વહેલી વાત જેવી મીઠી
વહેલી સવાર, મારા જોયાં-નજોયેલાં
                   સપનાંઓ ટાંકવાની ખીંટી
તમે પાંપણની ચાવીથી ખોલિયાં રે
મારા વહેલી સવાર જેવા ઓરતા

ઝાકળનું ગામ સાવ અટકળનું ગામ
                   એમાં સાચકલા જીવ હું ને તું
સૂરજના રસ્તા પર ઝાકળનો રથ લઇને
                  નીકળેલા જીવ હું અને તું
તમે વાદળની ચાવીથી ખોલિયા રે
મારા વહેલી સવાર જેવા ઓરતા

Proda Login

gem visa login

Atomic Wallet Download

Jaxx Liberty Wallet

Jaxx Wallet Download