નાટક : “અજબ ગજબ દુનિયાકા ખેલ”

લાલજી વાંસીયા

  ( રીટા, મોનિકા, ભાવિક, મહેશ અને દર્શન બધાં મિત્રો કોન્ફરન્સ કોલમાં વાત કરી રહ્યાં છે)

રીટા: આપણે ઘણા સમયથી બધાં મિત્રો સાથે નથી મળ્યા તમને નથી લાગતું આપણે હવે બધાને સાથે મળવું જોઇએ?

મોનિકા: વેકેશન હમણાં ખૂલી જશે! પછી કહેતા નય કે ઓમવર્ક કરવામાંથી નવરા પડીએ તો ભેગા મળીયેને! હુ તો કહું છું કે સાંજે બધાં મળીએ!

મહેશ: આપણે એક સારી five-star હોટલમાં જમવા જઈયે.

ભાવિક: નાં, આપણે જમવા પણ નથી જવું ને ફરવા પણ નથી જવું.

રીટા: તો આપણે કયાં જવું છે.

દર્શન: આપણે એક કામ કરીએ આપણે “અજબ ગજબ દુનિયાનાં ખેલ” જોવા જઈએ.

મોનિકા: અરે યાર એમાં શું હોય?

દર્શન: આપણી આજુબાજુમાં જે ઘટના બને છે એને આપણે લાઈવ નિહાળીશુ!

રીટા: ભાઈ રહેવાં દે એવું તો હું કાયમ જોવ છું.

દર્શન: એક્વાર તમે મારી સાથે આવો તમને તમારુ જીવન ભગવાને બહુ સારું આપ્યું છે એ સાબિત કરી દઈશ!

મોનિકા: હુ તારી સાથે સહમત છું.

ભાવિક: તો આપણે કયા લોકેશન પર જવું પડે?

દર્શન: શહેરમાં સીતાનગર ચોકડી

મોનિકા: હા જો મને મઝા નહિ આવે ને દર્શનીયા તો હું પછી તારી સાથે ક્યારેય નહી આવું ઓકે.

દર્શન: તને એકને નહિ પણ ચારેયને કહુ છું જો તમને મારી સાથે મજા નહી આવે તો તમે કયારેય મારી સાથે નહીં આવતા!

ભાવિક: સારૂ ફોન કટ કરો હવે આપણે સાંજે મળીએ 

( ફોન કટ કરે છે. સાત વાગ્યે બધાં મીત્રો લોકેશન પર પહોશી જાય છે)

( સીતાનગર ચોકડી, ચારેય બાજુથી વાહનો અવર જવર કરે છે, હોર્નનો અવાજ એટલો આવે છે કે કાન બેરા થઈ જાય છે, ત્યાં ભીડ એટલી છે કે રસ્તો ચાલતા માણસને ક્રોસિંગ કરવો હોય તો પણ સાવધાનીથી કરવો પડે, એ જગ્યાએ સાઈડમાં પાનના ગલ્લા પાસે બધાં મિત્રો ઊભા છે.)

મોનિકા: લે દર્શનીયા અમે બધા આવી ગયા છે બોલ ક્યાં જવાનું છે.

દર્શન: આપણે હમણાં ક્યાંય જવાનું નથી, તમે પેલાં માણસને જુઓ છો? એ બપોરનો ત્યાં પડયો છે.

ભાવિક: હા પેલો દારૂ પીને બેભાન પડ્યો છે એને ને?

દર્શન:હા

રીટા: જો તો ખરી એને દુનિયા સાથેનો નાતો છોડી દીધો લાગે છે.

મહેશ: એને ખબર પણ નય હોય કે કયાં પડ્યો છે.

દર્શન: હવે તમે વિચારો તે કેમ આમ પડ્યો છે.

મોનિકા: દારૂ પીને ટલીન થઈ ગયો છે બીજું શું હોય?

ભાવિક: કામ કરીને થાકી ગયો હસે એટલે ફુલ થઇને પડી ગયો છે.

ભાવિક: મને તો એવું લાગે છે કે તેમના પરિવારે તેમનો સાથ છોડી દીધો હસે?

મહેશ: એનું બૈરું તેમને છોડીને જતું રહ્યું લાગ્યું છે.

દર્શન: હકીકત તો શું હોય, કોને ખબર! પણ એક કામ કરીએ એ હમણાં બે કલાકમાં તો હોશમાં આવી જશે! આપણે એક કામ કરીએ એમનું પાકીટ અને પૈસા કાઢી લીએ.

ભાવિક: આપણી માથે ચોરીનો આરોપ આવે તો?

દર્શન: આપણે ક્યાં ચોરી કરવી છે એ જેવો હોશમાં આવશે એટલે આપણે તેનું પાકીટ અને મોબાઈલ આપી દઈશું.

રીટા: આપણે ખરેખર માનવતા દાખવવી જોઈએ, એ શા માટે આમ દારૂ પીએ છે એ પણ જાણવું જોઈએ!

       (દર્શન: ખીસામાંથી પાકીટ અને મોબાઈલ કાઢી કે લે છે)

(બે કલાક પછી ભાનમાં આવીને ઉભો થાય છે. પોતાના ખિસ્સામાં જુવે છે તો પૈસા અને મોબાઈલ નથી)

(મારા પૈસા કોઈક ખીસામાંથી કાઢી ગયું છે)

દર્શન: તમે હમણાં કેમ પડ્યા હતા તમને પોતાને પણ ભાન ના હતું કે તમે કયાં પડયા છો? કોઇક મવાલી લોકો કાઢી ગયા હસે, એ ભાઈ તમારું શું નામ છે?

     ( છગન)

મોનિકા’ અરે ભાઈ! તમે આટલો બધો દારુ શા માંટે પીવો છો?

છગન: મારા જીવનમાં તમને લોકોને શુ પડી છે. જાવને તમારું કામ કરો!

રીટા: અરે ભાઈ, તું પણ માણસ છે અને અમે પણ માણસ છીએ તો શું માણસ તરીકે અમે તારી સાથે વાત નો કરી શકીયે!

છગન: હા વાત કરી શકો પણ હું જુવોને ભિખારી જેવો દેખાઉં અને તમારા જેવાં ધનવાન સાથે શુ વાત કરી શકું?

ભાવિક: અરે ભાઈ અમે પણ તને રસ પડે એવી વાત કરીશુ.

રીટા: અરે ભાઈ અમને એ જણાવ કે તું આમ દારૂ શા માટે પીએ છે?

છગન: હુ દારૂ એટલા માટે પીવુ છું કે મારા જીવનમાં જે બન્યું છે એ ભૂલી જાવ!

મોનિકા: શુ બન્યું છે ભાઈ તારા જીવનમા?

છગન: હુ પણ તમારી જેમ ભણતો હતો, પણ એક દિવસ મને એક છોકરી સાથે પ્રેમ પણ થઈ ગયો એટલે મે એમની જોડે લગન પણ કરી લીધાં! પણ એ મારી સાથે વિશ્વાસઘાત કરીને ચાલી ગય! 

રીટા: અરે એમાં થોડો આમ દારૂ પી લેવાય, અમને બતાવ સરનામું અમે તેને સમજાવીએ.

છગન: એને બીજા લગ્ન પણ કરી લીધાં છે.

મોનિકા:એમાં તે કંઈ થોડું આવું કરાય તું સારૂ કમાતા શીખી જા એટલે બીજી છોકરી પણ મળી જશે!

ભાવિક: ભાઈ જીવનમાં ઉતાર ચડાવ આવ્યા કરે એમાં થોડું આમ જીવન બગાડી નખાય! હા તારું પાકીટ અને મોબાઈલ લે! આ વસ્તુ અમે જ કાઢી લીધી હતી. હવે જો તું આવું કરીશ તો તારું જીવન જીવતે ઝેર જેવું થઈ જશે! તુ ધારે તો તારું જીવન બદલાવી શકે છે

છગન: તમે મને જીવનનો સારો બોધ આપ્યો છે એટલે આજથી નકકી કરું છું કે હવે હુ દારૂ નહિ પીવું.

રીટા: ભાઈ પ્રોબ્લેમ તો બધાના જીવનમા આવે છે પણ અને હંમેશા સોલ કરે જ છૂટકો છે.

છગન: સારૂ તમે મને આજે સાચી સલાહ આપી છે. તમે આજથી મારા ફ્રેન્ડ છો. તમને એક વાત કહું અહીં બાજુમા મારું ઘર છે તમે બધા આવોને તો હું મારાં માતા પિતાની પણ માફી માંગી લવ.

દર્શન: ચાલો આપણે બધા સાથે જઇએ.

(બધાં સાથે ચાલે છે. બાજુમા તેમનું સરસ મજાનું ઘર છે)

છગન: આ ઘર મારું છે તમે પહેલા જાવ! પછી હુ અંદર આવુ.

મોનિકા: નમસ્તે અંકલ! અમે છગનનાં દોસ્તો છીએ, હવે તમારો છગન લાઈન પર આવી ગયો છે. 

અંકલ: અમે તેને બહું સમજાવ્યો હતો પણ એ અમારું સમજ્યો નહિ!અમને ખબર હતી કે જયા સુઘી એની પાસે પૈસા છે ત્યાં સુઘી બાયડી રહેશે પછી તેને મૂકીને જતી રહેશે! ક્યાં છે છગન?

ભાવિક: છગન….. ઓ છગન? છગન આવે છે અને તેના માતા પિતાના પગે પડી જાય છે.

છગન: મને માફ કરી દો, મે તમને બહું દુઃખ આપ્યું છે, હવે પછી હું તમને કયારેય પણ હેરાન નહિ કરું.

અંકલ: ઓકે બેટા માફી માંગી છે એટલે અમે તને માફ કરી દીધું કેમ છગનની માં! હા. “છોરું કછોરું થાય પણ માવતર કમાવતર થોડું થાય” તું એના દોસ્તો માટે ચા બનાવ! અમે લોકો વાતો કરીએ છીએ.

ભાવિક: અંકલ તમે શું કામ કરો છો?

અંકલ: મારે કાપડની દુકાન છે. છગને ખાલી ત્યાં બેઠો હોતને તો પણ એનો રોટલો નિકળી જાત પણ એના nagitive વિચારોવાળા મિત્રો અને વહુની કાન ભંભેરણી થી એ અમને છોડીને ચાલ્યો ગયો!

છગન: હવે બાપુજી હુ દુકાને બેસીશ તમે ઘરે આરામ કરજો!

(ચા આવી જાય છે બધાં સાથે પિયે છે)

દર્શન: સારૂ અંકલ અમે બધા હવે રજા લઈએ

છગન: આવજો મિત્રો, જો તમે મને સાચી સલાહ નો આપી હોત તો મારું જીવન ઝેર બની જાત! હું તમને કયારેય પણ નહિ ભૂલું.

તમે મને તમારો contact નંબર આપતા જાવ.                   મહેશ: એક ડાયરીનું કોરું પાનું કાઢીને નંબર લખીને આપે છે.

છગન: સારૂ તો મિત્રો હવે આપણે મળતા રહેશું 

દર્શન: ચાલો હવે આપણે પૂલ નીચે ચાલતા ચાલતા આગળ જઇએ. 

ભાવિક: અરે યારો આ બધાં માણશો પૂલ નીચે કેમ રહેતા હસે! તું દર્શન સાચું કહેતો હતો કે ભગવાને આપણને જીવન સારૂ આપ્યું છે.

મોનિકા: આ જોને પેલી જ્ગ્યાએ બે પતી પત્ની ઝગડે છે ચાલો ત્યાં જઇએ!

રીટા:  અરે આમ જોયામાં તો આ પણ પેલાં માણસની જેમ જ દારૂ પી ગયેલો છે

ભાવિક: આપણે ત્યાં જવુ જોઈએ નહિ

રીટા: તો શું પેલી બિચારી સ્ત્રીને આમ માર ખાતી, તડપતી આપણે, જોયા કરવાનું

દર્શન: ચાલો આપણે ત્યાં પણ જઇએ.

  (પૂલ નીચે એક ખાટલો છે, બે ત્રણ ગોદડા પડ્યા છે એક તપેલી અને બે વાટકા એક પાણી નું માટલું અને સ્ત્રી ચૂલા પર ફૂંક મારતી હોય છે ને લાકડા ગોઠવીને ચૂલો સળાગાવતી હોય છે. એનો પતિ ઉભો થઇને સ્ત્રીનો ચોટલો પકડીને તેને પાછળથી મારતો હોય છે)

ભાવિક: ઝડપથી દોડીને પેલાને પકડી લે છે, તમે શા માટે આ સ્ત્રી પર અત્યાચાર કરો છો?  તમને મારવાનો અધિકાર કોને આપ્યો? તમે આમ સ્ત્રીને દુઃખ નહિ પહોશાડી શકો! અને જો અમે પોલીસને જાણ કરીશુ ને તો તમને કાયદેસરની જેલ થશે.

મોનિકા: અને તમે બધા પાડોશી ધર્મ સારો નિભાવો છો એક સ્ત્રીને આ ઢોરમાર મારે છે ને તમે બધાં પુરુષો જોયા કરો છો! અને તમે બધી સ્ત્રી દાત કાઢો છો તમને શરમ નથી આવતી!

રીટા: બહેન તમને આ ભાઈ શા માટે મારે છે?

(સ્ત્રી) હું એની સાથે ફેરા ફરીને આવી છું એટલે મારે માર ખાવા પડે છે!

મહેશ: શુ ફેરા ફરીને આવી એટલે તારે માર ખાવાનાં! તારે પોલીસને જાણ કરી દેવી જોઈયે.

(સ્ત્રી) જાણ કરું તો મને પિયર મોકલી દે! મારાં બા મને ઠપકો આપે એટલે હું કહેતી નથી.

દર્શન: એ તમને શા માટે મારે છે?

(સ્ત્રી) આ જૂવોને શાક બનાવું છે પણ તેલ વગર શાક સારૂ બને નહિ ને મને એમ કહે કે તું શાક સારૂ બનાવતી નથી! ને મને એમ કરીને મારે છે. તેલ વગર તો થોડું ભાઈ શાક સારૂ બને!

ભાવિક: અરે ભાઈ તું તેલ નથી લાવી દેતો એટલે શાક થોડું સારૂ બને! પહેલા ઘરમા શુ વસ્તુ નથી એ જો અને લાવી દે! 

(પુરુષ) ક્યાંથી લાવું

ભાવિક: દુકાનેથી

(પુરુષ) અરે ભાઈ મારી પાસે એક પણ પૈશો નથી ક્યાંથી લાવું, પાંચ દાડાથી તો કામ પણ નથી મળતું. 

ભાવિક: તારી પાસે તો આ પીવાના પૈસા ક્યાંથી આવે?

(પુરુષ) એ તો હું પાંચ દાડા પહેલા લાવ્યો હતો.

મોનિકા: બહેન તમારો પતિ પહેલેથી દારૂ પીવે છે?

(સ્ત્રી) નાં હમણાંથી એક ભાઈબંધની સંગાથે ચડીને પીવે છે 

રીટા: એક કામ કર કાલથી  બંને મારા ફાર્મ પર કામ કરવા આવી જજો હુ મહિનાનો પગાર તમને આપીશ! આ લ્યો મારા ફાર્મનું એડ્રેસ.

દર્શન: ચાલો હવે આપણે આગળ જઇએ!

મહેશ: હવે આગળ જવાય તેમ નથી ભૂખ લાગી છે આપણે થોડો આ લારીએ નાસ્તો કરી લઇએ 

મોનિકા: અરે આ જોને વાહનોની અવર જવર શરૂ છે, ધૂળની ડમરી પણ ઉડે છે એ નાસ્તો આપણે નો કરાય આપણે બીમાર પડી જશું!

રીટા: એક કામ કરીયે મારું ઘર નજીક છે. કાલે જ મમ્મીએ બટાકાની વેફર બનાવી છે આપણે મારાં ઘરે જઇએ .

મોનિકા: ચાલો આપણને ક્યારે મોકો મળશે રીટાનાં ઘરે નાસ્તો કરવાનો! બધા મીત્રો જાય છે

ભાવિક: ઝડપથી દોડો બધાં! પેલો ફોરવહિલરવાળો પેલી સ્ત્રીને ટકર મારીને જતો રહયો છે.

મોનિકા: ઓહ માય ગોડ, આને તો બહું ગંભીર ઈજા પહોંચી છે. ઝડપથી એમ્બ્યુલન્સ બોલાવ!

ભાવિક: તું રીટા પેલી સ્ત્રીનાં મોબાઈલમાંથી તેમના સગા વ્હાલા જેના નંબર હોય તેમને જાણ કર!

રીટા! આમાં હસબન્ડ એમ લખેલું છે.

ભાવિક: હા તેજ તેનો પતિ હસે જલ્દી ફોન કર.

રીટા: હેલો હું રીટા બોલું છું આ જે સ્ત્રીનો મોબાઈલ છે તેમનું એક્સીડન્ટ થયું છે તમે આવો ઝડપથી!

(એમ્બ્યુલન્સ અને પેલી સ્ત્રીનો પતિ અને તેમનું ફેમીલી ઝડપથી આવે છે)

રીટા: આ જુવોને કોઈક અજાણ્યો ફોરવ્હીલરવાળો એક્ટિવાને ટકર મારીને જતો રહ્યો! તમને ખબર છે એમની ગાડીનો નંબર?

ભાવિક: છેલ્લે 3,4 હતાં.

      હુ સમજી ગયો એ ગાડીવાળો મારો દુશ્મન છે, મારો ધંધો એનાં કરતાં સારો ચાલે છે એટલે એમણે જ આવું કર્યુ છે.

ભાવિક: એ બધુ પછી વિચારજો પહેલા એમ્બ્યુલન્સમાં આ બહનને ચડાવો અને હોસ્પીટલ પહોચાડો. હમારી જરૂર પડે તો અમે પણ આવીએ!                                                                              ના તમે મને ફોન કરીને ઉપકાર કર્યો છે અમે બધા ઘરનાં સભ્યો છીએ! એટલે તમારી ત્યાં જરૂર નહિ પડે! તમારો nomber આપતા જાવ પછી હું તમને મળીશ.

(એમ્બ્યુલન્સ હોસ્પીટલ તરફ રવાના થાય છે અને બધા દોસ્તો રીટાનાં ઘર તરફ)

ભાવિક: જોયુને તમે આ દુનિયામાં માનવતા મરી પરવારી છે, પેલા ગાડીઓવાળા ત્યાં ઊભા હતા છતાં પણ કોઈ હેલ્પ માટે નાં આવ્યુ.

મહેશ: માણસ તરીકે કોઈ પણ વ્યક્તિ હોય એની ફરજ પડે તેમને હોસ્પીટલ સુઘી પહોચાડવાની.

રીટા: વાતોમા ને વાતોમા મારું ઘર પણ આવી ગયું .

દર્શન: તારું ઘર તો આવી ગયું છે પણ આ માણસ અહી કેમ પડયો છે? એ પાણી પાણી બોલે છે.

ભાવિક: આ પાગલ લાગે છે.

રીટા: ચાલો બધાં ઉચકો એમને લઈ લો એમણે મારાં ઘરે.

(બધા તેમણે ઉંચકીને લાવે છે)

રીટા: મમ્મી દરવાજો ખોલો, દરવાજો ખોલે છે, અરે આ માણસને શુ થયુ છે તમે આને કેમ અહી લાવ્યા છો?

ભાવિક: આ માણસ તમારા ઘરની સામે રોડ પર પડ્યો હતો, પાણી, પાણી એમ બોલતો હતો! 

         ( પણ એને કંઈક થય જશે તો આપણી ઊપર આરોપ આવશે.)

ભાવિક: એને કંઈ નહિ થાય તમે પાણી લેતાં આવો!

(રીટાનાં મોમ પાણી લઈને આવે છે)

ભાવિક: તેમણે પાણી પાય છે. થોડીવારમાં તે ભાનમાં આવી જાય છે. (કોણ છો તમે બધાં, મને કીડનેપ શા માટે કર્યો છે)

ભાવિક: તમે રોડ પર પાણી, પાણી માંગતા હતા એટલે અમે તમારી તરશ શિપાવવા અહીં લઈ આવ્યા! 

(  હું પાગલ નથી, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મને પાગલની એક્ટિંગ કરવાનુ અભિનય મળ્યો છે એટલે હું તેમની પેક્ટિશ કરતો હતો પણ ખબર નઈ મને કયારે ચક્કર આવી ગયું!)

(તમારો ખુબ ખુબ આભાર, તમે મને અહી સમયસર લઈ આવ્યા એ બદલ તમારો હુ ઋણી રહીશ હવે હુ રજા લવ)

રીટા: હવે એમ કાંઈ જવાતું હસે મારાં ઘરનો નાસ્તો કરીને પછી તમે છૂટા! અને તમારું ફિલ્મ રીલીઝ થાય ત્યારે અમને જણાવજો અમે જરૂર જોઈશું .

(હા તમારી પાંચેયની ટિકિટ પણ હું આપીશ)

રીટા: મમ્મી મારાં મીત્રો માટે નાસ્તો લેતી આવ.,

(મમ્મી જાય છે બટેટાની વેફર્શ, ચેવડો, ગાઠીયા કેળા અને દ્રાક્ષ લઈ આવે છે)

( બધા મિત્રો નાસ્તો કરે છે)

દર્શન: કેમ આજે મજા આવી છે દોસ્તો?

મોનિકા: હા આજે બહું મજા આવી છે ને ઘણું જાણવા પણ મળ્યું છે. તું સાચેજ કહેતો હતો કે ભગવાને આપણને સરસ જીવન આપ્યું છે, આપણે જે છીએ તેનો આણંદ માનવો જોઈએ .

(બધા મીત્રો નાસ્તાનું કામ પતાવે છે)

મહેશ: મારા ઘરેથી ફોન આવે છે મારે હવે જવુ પડશે!

મોનિકા: હા મારા ઘરેથી પણ ફોન આવે છે મારે પણ જવુ પડશે.

(બધા મીત્રો જાય છે પોતપોતાના ઘરે)

દર્શન: ચાલો મીત્રો તો આપણે મળીશું ફરી ક્યારેક “અજબ ગજબ દુનિયાના ખેલ” જોવા. 

  (બધા મીત્રો જાય છે પોતપોતાના ઘરે)