કતાર… આ પૂછપરછની ધબકે છે.
શ્વાસ… ઊંચાં અહિ સૌના,
અવાજ… રૂંધાયા છે.
ઘેરાયા છે… સ્વજનની ચિંતના વાદળો…
કોઈની આંખ લાલ છે, તો કોઈના લાલાશ,
ડર… અનહદ
ને તેમ છતાં…
કોશીશો અપાર…
થાક… નથી લાગતો ???
પગ થઈ ગયા છે સુન્ન,
હાથ પર હાથ ધર્યા ને…
પગ પણ થઈ ગયા સુન્ન.
ઇન્ફેક્શન, ઇન્જેક્શન ને સાથે,
ઇન્તઝારની લાંબી કતાર…
લાચાર,
વિચારશૂન્ય સ્વજનના ચહેરે દુઃખની રેખા અપાર…