ઓચિંતા આમ તમે મળી, મને મારી જાત આપી ગયા,
બેરંગ ભરેલ એ જિંદગીમાં વિરહની દિવસ રાત આપી ગયા.
ક્યાંક હસતા ક્યાંક રડતા આંખોમાં જીવાતું હરરોજ,
આવ્યા સુર લઈને તમે, અને એકાંતની નાત આપી ગયા.
રસ્તાઓ હજાર છે જીવન મરણના સાગરને પાર કરવાના,
પણ તમે રાધા, મીરાં રૂપ ધરી ઈશ્વરને માત આપી ગયા.
તાજમહેલ તો ‘સખી’ લોકોની નજરમાં છે પ્રેમનું પ્રતીક,
સેતુબંધની કથા જાણીને જો, પ્રેમની આખી વાત આપી ગયા.