કાવ્ય ૨. નવવર્ષ : જ્યોત્સ્નાબા જાડેજા

નવ વર્ષ 

નવી સવાર,

નવી સાંજ,

નવી ઉમંગ 

નવા તરંગ

નવો તું અને નવી હું,

નવી રાતો ને નવો ઉજાગરો,

કંથ મારો બાઈ જોને કહ્યાગરો,

માંગુ ગુલાબ ને લાવે મુવો ગઝરો,

હું ખુલતી કળી ને સાજન ભમતો ભમરો,

વાંકી મોજલડી ને ચટકતી ચાલ,

જોઈ જોઈ થાય રાતા આ ગાલ,

નવી સવાર ને નવા ઓવારણાં, 

નવ વર્ષ આપશે મીઠાં સંભારણા.