દ્વંદ્વ …
ચાલે છે વર્ષોથી
મારી ભીતર
જાણે ચાલતું હોય સમુદ્રમંથન.
દુર્યોધન જેમ હું પોકારું છું
“જાનામી ધર્મમ …”
સત્ય-અસત્ય, ધર્મ – અધર્મ.
બધું જ સાપેક્ષ થઈ જાય છે.
હું જ ગુનેગાર ને હું જ વકીલ હું જ કાજી ને હું જ સિપાહી.
મારા કર્મો મારી આસપાસ ફરે છે…
અભિમન્યુના ચક્રવ્યૂહની જેમ
હું એક પછી એક કોઠા વીંધુ છું ને…
એક રાખડીનો તાર ખુદ કૃષ્ણ જ તોડે છે…
હવે ફરિયાદ નથી, કેમ કે આ મારા જ આંતર દ્વંદ્વનું પરિણામ છે.
નિર્ણયની ક્ષણોમાં યુધિષ્ઠિર જેમ `નરોવા કુંજરવા’ બોલનાર હું,
આજે ભીષ્મ જેમ બાણશૈયા પર રાહ જોવ છું; સૂર્યના મકર પ્રવેશની,
દ્વંદ્વ વિરામની.