કાવ્ય: ૧ તું મળે ત્યારે… : ક્રિષ્ના વ્યાસ.

સાવ અમસ્તો, સાવ અનોખો,

 સાદ કરું ને પળ, વિપળ ને વણજોઈ જાણીને હું યાદ કરું,

 મન, હૃદય ને સ્વપ્નનો નોખો ભાગ કરી,

 જીવન નામે પાનાને કાબિલે-દાદ કરું,

તું મળે ત્યારે…

ક્ષણને ઝબકોળું અંતર આંખમાં,

મનને હિચોળું કલ્પન પાંખમાં, 

શ્વાસો  વિઝોળું આતમ કાંખમાં,

ઉગે ઝળઝળિયાં ઉની રાખમાં,

 મને હું મળું ત્યારે…

સુકેલી તરસુ રે વીરજી આશમાં,

ચુકેલી  વરસુ નેહ નવરાશમાં, 

ગરવો તારલીયો નીરખી આભલે,

હેતે વિલસુ હળવાશમાં, 

રેશમની દોરી મોભે બાંધતી,

ધરતી ને નભ સાથે અવકાશમાં..

આપણે મળીએ ત્યારે. 

                             (હૃદયસ્થ ભાઈ મિતને)