એક સ્ત્રીને મન,
કવિતા એટલે –
કપડાં ધોતી વેળા ખળખળ વહેતાં પાણીમાં-
ઝરણાંનો નિનાદ…
રસોઈ કરતી વેળા કૂકરની સીટીમાં –
શ્રીકૃષ્ણનાં બંસરીનાં સૂર…
ઘરની સારસંભાળમાં –
ઈશ્વરની ભક્તિનો અનુનાદ…
પતિદેવની આજ્ઞામાં-
સંપૂર્ણ ભગવદગીતાનો સાર …
ને ,
પુરુષને મન-
‘સ્ત્રીની કવિતા’ એટલે-
પસ્તીનાં કાગળનો એક ડૂચો !