પાંપણો બીડીને મેં આંસુઓ સાચવ્યા છે બંધ દ્વારમાં,
કર્મો સઘળાં મારાં મેં જીવન પાસે રાખ્યા છે ઉઘરમાં.
એથી જ હું નિખરી ને આજે આવી શકી છું આગળ,
પાછળ મેં જખમ ને દર્દો અનવક સહ્યા છે ભરમારમાં.
મેં એવા શમણાંને ઉછેરી, જતન જીવનપર્યત કર્યું,
પૂર્ણતા ન હતી સંભવ જેની એકપણ ચમત્કારમાં.
મારી ગઝલના શબ્દો જો તને ન કરી શક્યા ઘાયલ,
ચોક્કસ તું નાસમજ નહિ પોહચી શકી હો સારમાં.
ઝખમ લાખ આપે તોયે, પ્રભુ વરદાન જ લાગે બધા,
કવિ કહે, શબ્દોનો મલમ તો તે આપ્યો છે વિચારમાં.
દરદ લાગ્યું આજે સ્વને તો દવા હવે શું કરવી મારે ?
પુણ્ય ખર્ચી દીધું સઘળું મેં રોજ અન્યની સારવારમાં.
એક પથ્થર એવો પીગળ્યો છે કોઈના ઇન્તજારમાં,
જેમ શબરીની આંખો પીગળી, રામના આવકારમાં.