૪. મસ્તીમાં હું મારી રાચું – આરતી રાજપોપટ

મસ્તીમાં હું મારી રાચું 

મનની વાતો દિલથી વાંચું

જીવન કેરા ઝાંઝર પેરી

અલગારી થૈ’ છન છન નાચું

સુખ દુઃખ નામે માયા સામે

કર ફેલાવી ના હું યાચું

ખુદ પર ખુદથી શ્રદ્ધા રાખું

આતમ ગૌરવ ના હો ટાંચુ

શક્તિ-સિદ્ધા થઈ ઉભરું હું

જીવન ભાથું આ છે સાચું

~આરતી રાજપોપટ