વાહ !
સુત્રધાર તૈયાર છે
શેરીઓમાંથી
હવે રીસોર્ટમાં
માઈક્રોફોન પર
બોલ રે કઠપૂતળી બોલીનું
ગીત વાગતાંજ
છનનન છમછમ
દોરી સૂત્રધારનાં હાથમાં
કેવુ નાચવું
કે ટલું નાચવું
કે પછી ન નાચવું.કે
પરદો પાડી દેવો
બધુજ એમના હાથમાં
હા એ સુત્રધાર છે
પણ હું સુત્રરધારીણી નહિ
હુકમધારીણી છું.
એની ઈચ્છા
એ ઈચ્છા કહેવાય .
એનું જીવન એ એનું પોતાનું
અને મારુ ?
મારા હાથ બાંધેલા હેાય
એની દોરીથી
એ ખેલી લે છે ફાગ
એનાં દિમાગમાં જો પ્રગટે આગ
તો દોરી ખેંચી લે
અને બોલે ,
એક બે ને ત્રણ …
અને અધૂરી રહી જાય છે
માંડેલી વાર્તા
અને એ શઠપુરુષો
બંધ કરે છે
કઠપૂતળીનો ખેલ અને
ખચ્ કરતો પરદો પડી જાય છે.