મારી નજીક રહેતા તાપ લાગશે,
હું સળગતા જીવનનો માણસ છું
છાંયો ભાળશો ઓછો મારા પર,
હું સદંતર તડકાનો માણસ છું
મને ડર લાગે બધા મીઠા બોલથી,
હું જીવનપર્યંત વડચકાનો માણસ છું
મારે ભાગે ઓછો આવ્યો છે પ્રેમ,
હું નફરત,ઘૃણા,તામસનો માણસ છું
ક્યાં પળે અચંબિત કરું ખબર નહિ,
હું ભાગ્ય નહિ મહેનતનો માણસ છું.
– ભ્રાંતિબા વાઢેર