૧. ફફડાટ કરતું… – ફલક

કડડ ભૂસ કરી
તૂટી પડી ઇમારત

હાય લ્હાય કરતા લોકો
ટોળે વળ્યાં

બધાએ જોયું
ભાંગેલું રાચ રચીલું
તૂટેલી કાચની બારીઓ
અસ્ત વ્યસ્ત ભીંતચિત્રો
ઝુમ્મરોનાં ટુકડાં

પણ
કોઈ એ ન જોયું

કાટમાળની નીચે
તૂટેલી
લીલી કાચની બંગડીઓ
વેરાયેલું કંકુ
ખોવાયેલા મોતીઓને શોધતો દોરો
ઝાંઝરની રઝળતી ઘૂઘરીઓ

કોઈ એ ન જોયું
એક સલામત રહી ગયેલું પુસ્તક
હવા સાથે ફફડાટ કરતું…

-ફલક