- પ્રીતિ ધામેલિયા
આધુનિકોત્તર વાર્તાકારોમાં અલગ તરી આવતું નામ એટલે હિમાંશીશેલત. 1984થી આરંભાયેલ એમની સર્જનયાત્રા આજ દિન સુધી અવિરતચાલુ રહી છે. ‘અંતરાલ’, ‘અંધારી ગલીમાં સફેદ ટપકાં’, ‘એ લોકો’, ‘ગર્ભગાથા’, ‘ધારો કે આ વાર્તા નથી’ -આ તમામ તેમનાં જાણીતાંવાર્તાસંગ્રહો છે. એમની લગભગ તમામ વાર્તાઓ આજે પણ જનસમાજનેનવેસરથી વિચારવા પ્રેરે છે. વિષય અભિવ્યક્તિ અને વાર્તા કળાગુણનીદૃષ્ટિએ નોંધપાત્ર સ્થાન ધરાવતી તેમની વાર્તાઓ મોટે ભાગે સામયિકોનામાધ્યમથી આપણી સામે આવતી રહી છે, આવી રહી છે. વિષયવસ્તુ, સમાજના વિવિધ વર્ગના લોકોની વેદના-સંવેદના, રચનારીતિ સંદર્ભેનું વૈવિધ્ય અને સૂક્ષ્મ નિરીક્ષણોથી આગળ વધતી એમની વાર્તાઓમાંવાર્તાકળાની ખેવના બહુધા જોવા મળે છે. આવી જ ચીવટપૂર્વક લખાયેલીએક વાર્તા એટલે ‘બારણું’ વાર્તા.
૧૯૯૭માં ‘એ લોકો’ સંગ્રહમાં સમાવિષ્ટ હિમાંશી શેલતની ‘બારણું’ આગવી શૈલીમાં અલગ ઓળખ ઊભી કરતી વાર્તા છે. ખુલ્લામાં શૌચમાટે બહાર જતી સવલી ભારે સંકોચ અને ભયગ્રંથીથી પીડાય છે. સવલીની-ખુલ્લામાં શૌચક્રિયા માટે જતી તમામ નારીની સંવેદનાનેલેખિકાએ બખૂબી આલેખી છે. શૌચાલયની અનિવાર્ય આવશ્યકતાસ્વીકારાયા બાદ આજેય એવાં અસંખ્ય શહેરો-ગામો છે જ્યાં આજે પણસ્ત્રીઓની આ મૂંઝવણ યથાતથ છે-મોં ફાડીને ઊભી જ છે.
‘બારણું’નો આરંભ પણ એવો જ કટાક્ષબાનીથી થાય છે – “મોઈઆમને આમ મરવાની. આજ ચાર દા’ડાં થયાં તે પેટમાં ચૂંકાતું નથી? આબધીઓ નિરાંતે જાય છે તે દેખતી નથી, તું મારે એક નવાઈની લાજુ લાડીના જોઈ હો તો…” સ્ત્રી જ જ્યારે સ્ત્રીની સંવેદનાને અવગણે ત્યારેચોક્કસપણે કોઈને કોઈ અઘટિત ઘટના ઘટવાની જ. આવી જ ઘટનાનુંનિમિત્ત વાર્તાનાયિકા સવલી બને છે. વાર્તાની ગભરુ સવલી ખાડીનીવસ્તીમાં ગામડેથી આવી પડી છે. કાદવવાળી જગામાં અને અવર-જવરવચાળે શૌચક્રિયા ન ફાવતા એ કુદરતી હાજતને રોકે છે, ત્યારે સૌ પ્રથમતો તેની સગી માના વાક્બાણથી વીંધાય છે, ઘવાય છે. ગામડાની વાતઅલગ-ત્યાં ક્વચિત શૌચ માટે એકાંત મળી રહેતું. પણ શહેરમાં બધુંજુદું. આખી વસ્તી રાત-દહાડો ખદબદે. એવામાં ખુલ્લામાં જ બધીક્રિયાઓ પતાવવાની. એકવાર નાની કાકી ચાલીમાં બંધાયેલા જાજરામાંલઈ ગઈ. સવલીની કઠણાઈ કે બારણું તો નામનું જ હતું, આંકડી તૂટેલી. રખેને કોઈ બારણું ધડામ દઈને ખોલી કાઢે તો….. એકવાર સિનેમા જોતીવખતે સવલીને ગુલાબી લાદીવાળો બાથરૂમ અને એમાં સાબુનાગોટેગોટામાં લપેટાયેલી પરી જેવી છોકરી બરાબર યાદ રહી ગયેલા. ચાલીમાં તો “ચાર- પાંચ વાંસ ઉપર લપેટેલાં કોથળાં એવાં ઘસાઈ ગયેલાકે કપડાં કાઢીને તો પાણી રેડાય જ નહીં. ફડક રહ્યા કરે કે વખત છે ને કો’કજોઈ જશે કે કો’ક જોતું હશે.” આ બધાંની વચ્ચે જીવતી-ગુંગળાતી સવલીઅમળાતી રહે છે.
એકવાર માસીની બહેનો સાથે મેળામાં ગયેલી સવલી સંગાથ છૂટીજતા મૂંઝાય છે ત્યારે જ “ચલ, મેરે સાથ, તેરે ઘર પહૂંચા દૂંગી” કહેતી’ખાસ પ્રકાર’ની ‘મૌસી’ એને મળી જાય છે. અહીં વક્રતા એ છે કે મૂળમુકામે પહોંચે એ પહેલા સવલીને કોઠા પર લાવી દેવાય છે. બિચારીસવલી કંઈ જાણતી કે સમજતી નથી. એને તો ફિલ્મમાં જોયેલાં એવાંલાલગુલાબી ટોયલેટ જોતા જ ચૂંકાતું પેટ ખાલી કરવાની હાજર ઉપડે છે. ‘ભલી’ મૌસી પણ તરત જ એને બાથરૂમમાં જવાની હા પાડે છે. ચોખ્ખું- ચણાક, પાકી મજબૂત દીવાલોવાળું અને વળી બરાબર બારણાં બંધ થાયએવા ટોઇલેટમાં સવલી હરખની મારી ઊંચકાઈ ગઈ, સપનું જોતી હોયએમ અંદર દાખલ થઈ અને પાછળ બારણું બંધ થઈ ગયું ચસોચસ. તરતજ ખ્યાલ આવે છે કે એ જે દુનિયામાં પહોંચી છે એ માસીનું ઘર નથી પણ’મૌસી’ની દુનિયા છે. શૌચની સમસ્યામાંથી ઊભી થતી આખી કરુણ વક્રતાલેખિકાએ માત્ર બે પાનાંમાં જ નિરૂપી છે. છતાંય એની પ્રભાવક શૈલી અનેબળુકી ભાષાથી વાર્તા મૂલ્યવાન બની રહે છે. વાણીવિસ્તારને બદલેલેખિકાએ ઓછા શબ્દોની મદદથી ચિત્રાત્મક દૃશ્યાવલિ ઊભી કરી દીધીછે. એમ કહી શકાય કે ભાવક વાર્તા નથી વાંચતો પણ ફિલ્મ જુએ છે.
હિમાંશી શેલતની કેટલીક વાર્તાઓ નાયિકાપ્રધાન છે અનેનારીસંવેદનાને નિરૂપે છે. એમાં નારી મનની અનેક ગતિવિધિઓનું બળૂકુંઆલેખન મળે છે જોકે એમાં નારીજીવનની સમસ્યાઓના ઉકેલની પ્રત્યક્ષકોઈ વાત નથી મળતી. સાથે જ વિસ્તાર કરવાની લેખિકાની આદત પણનથી. આ બાબતે તેઓ પોતે જ નોંધે છે એ મુજબ : “ટૂંકીવાર્તાના સ્વરૂપનુંમને ભારે ખેંચાણ રહ્યું છે. અત્યંત મર્યાદિત ફલક પર તીવ્ર અનુભૂતિનીક્ષણોને આછા લસરકાથી આલેખવાનો પડકાર ઝીલવાનું મને ગમે છે. જૂની કે નવી, ઘટનાવાળી કે વગરની-વાંચવાની ઈચ્છા સાદ્યંત ધબકતીરાખી શકે તે વાર્તા. વાંચતા જ કંટાળો આવે, અતિશય કષ્ટ પડે અને જેમાંબૌદ્ધિક વ્યાયામથી વિશેષ કશું પ્રાપ્ત ન થાય એ ખરેખર વાર્તા નથી જએમ કહેવામાં હું આધુનિક નહીં ગણાઉં તો વાંધો નહીં… વાંચવાનો રસસાવ સૂકાઈ જાય એટલી હદે પહોંચતી ક્લિષ્ટતા, ટેકનિકની વધુ પડતીચિંતા અને આળપંપાળ કે ભાષાના આંજી દે એવાં ઝગમગાટ કેચબરાકીની તરફેણમાં હું નથી.”
લેખિકા પાસેથી વેશ્યા જીવનની (રૂપજીવીઓની) સંવેદનાને કેન્દ્રમાંરાખીને ‘ખરીદી’, ‘શાપ’, ‘કિંમત’, ‘બારણું’, વગેરે વાર્તાઓ સાંપડી છે. જેમાંકોઠાની દુનિયા, એનો માહોલ તથા હિન્દી મિશ્રિત છાંટવાળી ભાષાનોવિનિયોગ ધ્યાનપાત્ર છે. ‘બારણું’માં તો દેહવિક્રયની સાથે જ ખુલ્લામાંશૌચક્રિયાની વેદના પણ વણી લેવામાં આવી છે. કહી શકાય કે ખુલ્લામાંશૌચક્રિયામાંથી મુક્ત થવાના ક્ષણિક- ભ્રામક સુખની લાલસા જ સવલીનેદેહવિક્રયની પારાવાર પીડામાં ધકેલી દે છે.
હિન્દી સિનેમાના પ્રસિદ્ધ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ ‘ટોઇલેટ : એક પ્રેમ કથા’માં શૌચની આ સમસ્યા ગંભીર છતાં કલાત્મક રીતે રજૂથયેલી છે. ગુજરાતી વાર્તા સાહિત્યમાં મહેન્દ્રસિંહ પરમારની ‘પોલિટેકનિક’ શ્રેણીમાં પણ આજ વસ્તુના વિચારવમળ સર્જાયા છે. ‘બારણું’નો અંતતાજેતરમાં જ બનેલી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠીયાવાડી’ના આખાયે માહોલનેફરી જીવંત બનાવી દેવા સક્ષમ છે. ટૂંકમાં કહું તો સાહિત્ય અને સિનેમાબંનેમાં શૌચની આ સમસ્યાને બળુકી રીતે દર્શાવવામાં- વર્ણવવામાં આવીછે છતાં હજુ પણ આ સમસ્યા એવી ને એવી જ ‘દશા’માં ઊભી છે. કેટકેટલી સવલીઓ એમાં ખદબદે છે -ગંગુબાઈ બનતી રહે છે. રોજબરોજસાંભળવા અને જોવા મળતી આવી ઘટનાઓ સહૃદયીઓના માનસપટ પરસતત ઘાત કરતી રહે છે ત્યારે એક જ વિચાર આવે કે સ્ત્રીની ચોક્કસ- અનિવાર્ય જરૂરિયાતોને અને સાથો સાથ જ સ્ત્રીના સ્વતંત્ર અસ્તિત્વનેપૂરીને- દબાવીને ચસોચસ થયેલું આ ‘બારણું’ ક્યારે ખૂલશે?
પ્રીતિ ધામેલિયા
શ્રી એ .કે.દોશી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ,
જામનગર