સર્જાય ગઝલ

પીડાથી ભરાય જ્યારે મન, ત્યારે સર્જાય ગઝલ.

વધે જ્યારે વિરહનો વજન,ત્યારે સર્જાય ગઝલ.

હોય આખો ભરચક મેળો અને લોકોનો અખૂટ સંગ,

ત્યારે માત્ર ખૂટે કોઈએક પ્રિયજન,ત્યારે સર્જાય ગઝલ.

બે રંગોથી ભરેલી હોય એ જીવનની હોળી કે દિવાળી,

ઓચિંતા એક આગમનથી બદલે આખું જીવન,ત્યારે સર્જાય ગઝલ.

અહીં જીવવાજ મથતા હોય ‘સખી’ સહુ એક મેકના સંગ,

એટલેજ તો પુરા જીવન થાય અર્પણ,ત્યારે સર્જાય ગઝલ.

સખી…(ભાવિક ગઢાદરા)