સંપાદકીય

 નમસ્કાર વાચક મિત્રો,  હર્ષ, રોમાંચ, ક્ષોભ, ઉત્કંઠા, પરિશ્રમ, અને થાકથી ભર્યા રાજીપાના ભાવો સાથે પ્રયાસ An Extension… ઓનલાઈન સામાયિક દ્વારા યોજાયેલ `વાર્તા લેખન સ્પર્ધાનું પરિણામ તથા પુરસ્કૃત વાર્તાઓ આ અંક સાથે આપની સામે મૂકીએ છીએ.

          પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક માટે નિર્ણાયકશ્રીઓ પાસેથી જે જુદી જુદી વાર્તાઓ મળી તેની સંખ્યા ૧૬ હતી. એ ૧૬માંથી ૦૪ ઉત્તમ વાર્તાઓને અંતિમ નિર્ણય તરીકે ક્રમાંક પદે મૂકવામાં આવી છે. છેલ્લે સોળમાંથી એક એક વાર્તાને દૂર કરતા નિર્ણાયકોને જે કષ્ટ પડ્યું છે એના સાક્ષી છીએ. એક પથ્થર મૂકી એક વાર્તાને દૂર કરતાં કરતાં છેલ્લે ચાર વાર્તાઓ સુધી પહોંચવાની પ્રક્રિયા રોમાંચક અને પીડાદાયક હતી. અંતે લગભગ એકસો એંશી વાર્તાઓના સમૂહમાંથી ચાર તગતગતી વાર્તાઓ શોધી શકાઇ છે. 

ક્રમ વાર્તાનું નામ લેખક 
`તીતીઘોડો’રાજેશ્વરી પટેલ
`રાવસાહેબની રોજ’મયુર પટેલ
`પાપણી’પારુલ ખખ્ખર 
3`અનંતનો પ્રવાસી’ બાદલ પંચાલ

વિજેતા બનવા માટે પસંદ થયેલી આ ચાર સિવાયની બાકીની બાર વાર્તાઓનાં નામો આ પ્રમાણે છે‌.

વાર્તાનું નામ લેખક 
અપૈયોમેહુલ પ્રજાપતિ 
એક સફર પ્રિયંકા જોશી 
કંકુ દીપ વ્યાસ 
કાચની બંગડી ચૈતાલી ઠક્કર 
ચચરાટ પૂર્વી સોલંકી 
જંપ ઉર્મિલા પાલેજા 
જાનવર એકતા દોશી 
થેલી અલ્પા વિરાશ 
ભગવાનનું કામ નરેન્દ્રસિંહ રાણા 
યાદોની રાત દક્ષેશ સિંધવ 
રાતડો જયેશ સાચપરા 
સુઝી ડૉ. રમણ માધવ 

          કોઈકને કોઈક નજીવા કારણસર માત્ર નિર્ણાયકોની પસંદગીના વિપુલ અવકાશોના કારણે આ વાર્તાઓને ક્રમાંક આપી શકાયો નથી. પણ તે વિજેતા કૃતિઓની સમકક્ષ જ છે, એમ માનવું રહ્યું. કેમ કે દરેક નિર્ણાયકોની જુદી-જુદી પસંદ પ્રમાણે આ સોળવાર્તાઓને ચૂંટવામાં આવી છે.

          આ ઉપરાંત વિજેતા કૃતિ બનવાને માત્ર હાથવેંતનું જ છેટું રહી ગયું હોય, તેમ છતાં એક વાર્તા તરીકે સુંદર કૃતિ ગણી શકાય અને ચોક્કસ માણવી ગમે તેવી પચીસ  જેટલી વાર્તાઓનાં નામો, નિર્ણાયકશ્રીઓએ નોંધપાત્ર વાર્તાઓ તરીકે આપ્યા છે. જેમની યાદી પણ આ સાથે મૂકીએ છીએ આ પચીસ વાર્તાઓના વાર્તાકારોને હૃદયપૂર્વક અભિનંદન…!

વાર્તાનું નામ લેખક 
કમૌસમી વરસાદ કબીર મન્સૂરી 
દિશા રેણુકા દવે 
અંધારાના પાલવે ડાઘ આરતી મર્ચન્ટ 
આવું કેમ ? પ્રફુલ્લ શાહ 
ઋણ ભરતકુમાર વાઘેલા 
કાળી કાંકણસાર ઇન્દુ જોશી 
જિંદગીનું રહસ્ય કૃષિલ ગોળકિયા 
ઝાંકળ ભીના ફૂલ વર્ષા તન્ના 
ઠીબ દક્ષાબા સોલંકી 
તરંગ લંબાઈ આશિષ ચૌહાણ
દાહ જન્મેય જોશી 
મેઘ ધનુષનો આઠમો રંગ રામ સોલંકી 
રાધા કાન ગોપી મણિયાર 
રોષ કોમલ જોશી 
લેન્ડલાઈન ફોન યશવંત ઠાકર 
લોકડાઉન લિયાકત હુસેન 
વળગણ શ્રદ્ધા ભટ્ટ 
વૈતર રીના સુથાર 
સપના (Infinaite)નેહા રાવલ 
સમજછાયા ઉપાધ્યાય
સાડલો અલકા ત્રિવેદી 
હુ તો છું જ એવો મોના લિયા 
હેપીલી મેરીડ જીનલ દેસાઈ  
મૃગજળ વર્ષા પટેલ 
બોન્સાઇ સોનિયા ઠક્કર 

          બાર વાર્તાઓની યાદીમાં જેમની વાર્તાઓ પસંદ થયેલ છે, એ વાર્તાકારો સાંપ્રત સમયમાં લખાતી ગુજરાતી ટૂંકીવાર્તાનો વર્તમાન છે, એ વાતનું આપણને ગૌરવ છે. અમારી સંપાદક સમિતિ આ સોળ વાર્તાઓને વિજેતા જ ગણે છે, માત્ર મર્યાદાના કારણે એ સૌને રોકડ પુરસ્કાર નહીં આપી શકાય એટલું જ. વાર્તાઓને વિજેતા માનીને આ સોળ વાર્તાઓમાંથી જે ચાર વાર્તાઓ સર્વાનુમતે ઉત્તીર્ણ થઈ છે એ વાર્તાકારો આપણી ગુજરાતી ટૂંકી વાર્તા માટે સાંપ્રત સમય નું પ્રતિનિધિત્વ કરે છે તેવો ગર્વ લઈ શકાય.

          પરિણામ પ્રગટ કરવામાં જે વિલંબ થયો છે તેનો ક્ષોભ છે પરંતુ ઉતાવળ કરીને કાચું, પાકું, દાજ્યુ બળેલું પીરસવા કરતા, જે હેતુ માટે વાર્તા લેખન સ્પર્ધા કરી છે તે હેતુ માર્યો ન જાય એ માટે વાચક મિત્રોએ રાહ જોવી પડી એ માટે ક્ષમા કરશો.

          વાર્તા લેખન સ્પર્ધાનો પ્રકલ્પ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આ બધી જ વાર્તાઓ વિશે સંપાદક સમિતિનો પણ એક રીવ્યુ આગામી દિવસોમાં પ્રકાશિત કરીશું જેમાં આ બધી જ વાર્તાઓ વિશે તત્વ લક્ષી ચર્ચાઓ હશે.

આપ સૌના સહૃદય સહકાર બદલ ધન્યવાદ.

વાર્તા લેખન સ્પર્ધાનાં પરિણામ સાથે વધુ એક શુભ સમાચાર એ છે કે, એકોક્તિ લેખન સ્પર્ધા માટે સમયની અવધિ ૧૫-મે-૨૦૨૨ સુધી લંબાવવામાં આવે છે. જો કોઈ લેખકો હજી પણ એકોક્તિ લેખન સ્પર્ધા માટે કૃતિ મોકલવા ઈચ્છે તો ૧૫- મે -૨૦૨૨ સુધીમાં મોકલી શકે છે.

આભાર સહ,

– `પ્રયાસ’ – An extension…

માર્ચ – એપ્રિલ ૨૦૨૨