સંપાદકીય

21 મી ફેબ્રુઆરી 1952 નો દિવસ વિશ્વમાં બોલાતી અનેક માતૃભાષાઓ માટે અગત્યનો બની ગયો. 1947ના ઓગસ્ટમાં ભારત અને પાકિસ્તાન આઝાદ થયા. એમાં પાકિસ્તાનના બે વિભાગ હતા.એક પશ્ચિમ પાકિસ્તાન એટલે કે હાલનું પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન એટલે કે હાલનું બાંગ્લાદેશ. બંને ભૂખંડ એકબીજાથી ખૂબ દૂર.બંનેની ભાષા જુદી. રાજકીય વ્યવહાર ઉર્દૂમાં પશ્ચિમ પાકિસ્તાનથી થાય. એની ભાષા ઉર્દૂ, પૂર્વની ભાષા બાંગ્લા. બંને વચ્ચે કોઇ સમાનતા નહિ. એને કારણે ક્લેશ ઊભો થયો. ભાષાનો પ્રશ્ન દૂર કરવા સંસદમાં વિચારણા થઈ, એ મુજબ બાંગ્લાદેશે ઉર્દૂમાં વ્યવહાર કરવાનો હતો, જે એમને મંજૂર ન હતું. પોતાની માતૃભાષામાં જ વ્યવહાર કરનારા બાંગ્લાદેશીઓ નાગરિકો અને ઢાંકા વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો. સરઘસ કાઢ્યું. આંદોલન કર્યું. એને વિખેરવા પોલીસ દમન થયું.પોલીસ ફાયરિંગમાં 5 વિદ્યાર્થીઓ શહીદ થયા. વિશ્વનો આ પહેલો બનાવ હતો કે જેમાં કોઈ નાગરિકો પોતાની માતૃભાષા માટે શહીદ થયા હોય. ઈ.સ.2000માં યુનેસ્કો વિશ્વમાં બોલાતી કે લુપ્ત થતી ભાષાઓ બચાવવા માટે યોજનાઓ બનાવે છે. ત્યારે આ દિવસને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે પસંદ કરે છે. આપણે પણ ઉજવીએ છીએ.

માનવ ઈતિહાસમાં કોઈ પણ સમયે કોઈ પણ સ્થળે ઉચારાયેલો કોઈ એક શબ્દ એ પરિસ્થિતિમાં માનવના ભાવ, સંવેદન, વિચાર ક્રિયા વગેરેને અભિવ્યક્ત કરવા સક્ષમ બન્યો હોય, એનું એક વિશિષ્ટ મહત્ત્વ છે. એમાંથી ભાષાઓને નિત્ય નવીન ઉન્મેષ મળે છે. પ્રત્યેક ભાષામાં આ વિશિષ્ટતા છે, એટલે જગતની તમામ ભાષાઓ ટકે એ ખૂબ જરૂરી છે. જગતની સર્વ ભાષાઓ સરસ્વતી છે. દરેક ભાષકો એ પોતાની માતૃભાષામાં વાણી વ્યવહાર કરવો જોઈએ, તો દરેક માતૃભાષા વિકસતી રહે. ભાષા એમ પણ પરિવર્તનશીલ છે, ગતિશીલ છે, ક્યારેક ભાષા વગરના થઈ જશું તો આપણા અને પ્રાણીઓ વચ્ચે કોઈ ભેદ નહિ રહે! માણસ ભાષાનું પ્રયોજન જાણે છે, એટલે પણ એ પ્રાણીઓથી અલગ છે.


વિકસિત ભાષામાં, જેની પાસે લિપિ છે, તેમાં સાહિત્ય રચાય છે, એનાં વિવેચન, ભાષ્ય, સમીક્ષા લખાય છે. જે તે સમયમાં લેખકોએ, ચિંતકોએ, વિવેચકોએ કેવું લખાણ કર્યું એનો એક પુરાવો સાહિત્યિક સામયિક પાસે રહે છે. એક સમયનું વિચારાધીન સામયિકમાં સ્થાન પામે ત્યારે એ એક વિશિષ્ટતા ધારણ કરે છે. જે તે સમયની કવિતાઓ, વાર્તાઓ, નિબંધો વગેરે કૃતિઓ સમાજ અને સાહિત્યિક સમયનું પ્રતિબિંબ પાડે છે, એ જોવા, વાંચવા અનુભવવાની મજા સામયિકો કરાવે છે, એટલે એનું પણ અદકેરું માહાત્મ્ય છે.


પ્રયાસ સામયિક હવે વધુ વિસ્તરતું અને પ્રતિષ્ઠિત થતું જાય છે. વિદ્વાન, અભ્યાસુઓ એમને વધુને વધુ સંખ્યામાં લેખ આપતા થયા છે, ગુજરાતી ભાષાના ઉત્તમ સાહિત્યકારો પોતાની કૃતિ આપે છે એનો આનંદ. વાચકોનો પ્રેમ અમારુ અહોભાગ્ય!(આ સમયમાં વાંચન ઘટતું જાય છે).
સૌને માતૃભાષા દિવસના વંદન.

ડૉ. પ્રવીણ સલીયા (સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ- ભીલાડ)

પ્રયાસ

Prayas An Extension… A Peer reviewed literary e journal, ISSN – 2582-8681, vol. 4, Issue 1, Jan.-Feb:2023

proda login

Atomic Wallet

Jaxx Wallet Download

Atomic Wallet Download

Atomic Wallet App

atomicwalletapp.com

Trending Dance