સંપાદકીય

એક તરફ નવ વર્ષનો ઉલ્લાસ છે તો કાલે જ બનેલ મોરબીની હોનારત છે… ખરેખર સુખ કરતા દુઃખની લાગણી વધુ પ્રબળ અને પ્રભાવક હોય છે. પણ મનુષ્ય આવી અનેક લાગણીઓના તાણા વાણામાં વિટળાયા કરે છે. આ લાગણીઓ સાહિત્યનું રૂપ લઈ કાળના પ્રવાહમાં તરવા લાગે છે અમુક એ પ્રવાહમાં ડૂબી જાય છે તો થોડીક કાળજયી બની જાય છે.
સાંપ્રત સમયમાં પણ જે કલમો કાર્યરત છે તેને ઈશ્વર કાળજયી બનાવે. આ કાળજયી કૃતિઓમાં પણ કોઇને કોઇ સમય સમાયેલ હોય છે એટલે કે તેમાં જે તે સમયચક્ર પણ તે સમયના કાળને સ્થાન મળે છે. ભવિષ્યમાં જ્યારે પણ કોઇ હોનારતને લગતા સાહિત્યની ચર્ચા થશે ત્યારે મચ્છુની આ દ્વિતીય ગોજારી ઘટના સાહિત્ય ફલક પર કોઇને કોઇ સ્વરૂપે સ્થાન પામી હશે.

જેમ કૃતિ કાળજયી બનતી હોય છે એમ ઘટના કાળના પ્રવાહમાં વિલય થઇ જતી હોય છે. આવી અનેક ઘટનાઓમાંથી માનવ અને અન્ય સજીવ પસાર થતા હોય છે. માનવ તો તેની સંવેદનાઓ કોઇ ને કોઇ સ્વરૂપે પ્રગટ કરી દે છે પણ અબોલ પશુ પક્ષીઓ તેમનો ખેદ, વિરહ, પિડાને ક્યા સાહિત્યમાં સ્થાન મળતુ હશે, કે મળ્યુ હશે ખરાં? કોઇ સંશોધક આ દિશા તરફ પ્રયાણ કરે તો નવા આયામો પ્રકાશમાં અવશ્ય આવશે. તે ઘટના આગ, દુષ્કાળ, પુર, સુનામી જેવી કુદરતી કે પછી માનવસર્જિત પણ હોઇ શકે… આ હોનારત બાદ અનેક વિરહ‌-મિલન, પીડા, ભય, દુ:ખ, શોક, સંઘર્ષ… કેટકેટલાય પડઘાના અવાજો તેમની કથની કહેવા અતૃપ્ત આત્મા જેમ ભટકતા હશે… કેટલાય પૃષ્ઠો આવી કથાઓના સાક્ષી બન્યા હશે. નવા સંંશોધકની કલમ આ દિશા તરફ પ્રવૃત થાય તેવી અભિલાષા…

ધીરે ધીરે કરતા આ ત્રીજું વર્ષ પ્રયાસનું પૂર્ણ થવા પર છે ત્યારે સૌ સહભાગી મિત્રોનો હૃદય પૂર્વક આભાર આગામી સમયમાં ફરી એકવાર વાર્તા સ્પર્ધા સાથે આપ સમક્ષ આવી રહ્યા છીએ. આપ સૌ લેખકોની અનુભવ લાગણીઓ વાર્તા સ્વરૂપે પ્રગટ થાય અને એને યોગ્ય પુરસ્કાર મળે એવી અભિલાષા.
ફરી મોરબી હોનારતમાં ભોગ બનેલા પરિવારને ઈશ્વર આ દુઃખની ઘડીમાં સહનશક્તિ આપે એજ પ્રાર્થના સહ વિરામ લઈએ નવેમ્બર – ડિસેમ્બરના અંક સાથે ફરી મળીશું.

ડૉ. જિજ્ઞાબા રાણા
મદદનીશ પ્રાધ્યાપક (ગુજરાતી)
સરકારી વિનયન કૉલેજ, ભાણવડ.

Jaxx Liberty Wallet

proda login

Jaxx Wallet Download

Jaxx Wallet

Atomic Wallet

Jaxx Wallet Download

Atomic Wallet Download

Atomic Wallet App

atomicwalletapp.com