“માનવીની ભવાઈ”, “મળેલા જીવ’ જેવી જાનપદી નવલકથા માંથી આપણે પન્નાલાલ ની ભાષા કર્મનો સુપેરે પરિચય થાય છે. તેમની કૃતિઓમાં ભાષા માત્ર માધ્યમ તરીકે નહીં પણ સૌંદર્યવર્ધક પાસું બનીને આવે છે. એક અલગ લાક્ષણિકતા તરીકે તે પ્રગટ થાય છે કે જેના વિશે વિગતે વાત થઈ શકે. ‘વાત્રકને કાંઠે વાર્તા સંગ્રહની એક વાર્તા ‘સાચી ગજિયાણીનું કાપડું’ વિશે થોડું ભાષાની દૃષ્ટિએ અધ્યયન કરવાનો અહીં ઉપક્રમ છે. સૌ પ્રથમ આ વાર્તાનું કથાનક ટૂંકમાં જાણી લઈએ. આ વાર્તા ૧૯૬૨ માં પ્રગટ થઈ હતી.
‘દીકરીના આણાં માટે શેઠ શિવલાલ ની પાસે સાચી ગજિયાણીનું કાપડું લેવા ગયેલાં લખુડાના પ્રેમની વાતો પડશે શિવલાલ ના જમની સાથેના અવૈધ સંબંધ ના ભાવતંતુને વ્યંજનાથી ઉપસાવતી આ વાર્તા સામગ્રીના કલાત્મક આયોજનથી પ્રભાવક આકૃતિ નીપજાવે છે.’- ચંદ્રકાંત ટોપીવાળા
આ વાર્તામાં લખુડો જે કન્યા માટે કાપડું વોરવા આવ્યો છે, તે કન્યા શેઠ શિવલાલની અનૈતિક સંબંધ દ્વારા ઉપજેલી પુત્રી છે અને તે કન્યાની માતા જમની સાથે શેઠને આડો સંબંધ હોય છે. તે વાત લખુડો જાણતો હોય છે અને શેઠ પણ જાણતો હોય છે. અને એટલે જે ‘ગજિયાણી વોરા આવેલા ખુદાને તો મફતમાં સાચી ગજિયાણીનું કાપડું આપે છે અને તે પણ લખુડી ને ગમે તેવું.
વાર્તાની શરૂઆતમાં જ જાણે ‘પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો અનુભવ થાય છે. પહેલા જ સંવાદમાં વાર્તાકાર વાર્તાના પાત્રની ભલામણ કરવા આવી ચડે છે.
– ‘..વીસેક ની ઉંમરના હરિજન મડાની દોઢ કલાક દરમિયાન આ પાંચમી વાર બૂમ હતી.”
બોલનારની ઉંમર ? :: વીસ વર્ષ…
બોલનારની જાતિ? : હરિજન…
– ક્યારે બોલે છે ? :: દોઢ કલાકથી….
– કેટલામી બૂમ? : પાંચમી વાર…
આ બધું સંવાદો માંથી ન પ્રગટાવી શકાયું હોત? પન્નાલાલ જેવા BEST STORY TAILOR જયારે ‘સંજવારી માં સાંબેલા” જવા દે ત્યારે ભાવક તરીકે થોડા કચવાટ થાય જ. પન્નાલાલ ની ભાષા તો કેવી બહુ રંગીણી છે…! તેમાં તો અપાર સ્થિતિસ્થાપકતા છે. તેઓ ઉપર ની તમામ “માહિતી”ને કલાત્મકતા થી જરૂર ઉપસાવી શક્યો હોત. આવા સપાટ વિદ્યાનો ! એ પણ વાર્તાની શરૂઆત માં જ ! એ જરા અજુગતું લાગે. આ વાતને આટલે રાખી આગળ જઈએ.
પન્નાલાલમાં ઉત્તર ગુજરાતની-ઈશાન ખૂણાની બોલીનો સંસ્કાર સુંદર રીતે ઝીલાયો છે. તેમની કૃતિઓમાં પણ તે એટલી જ સ્વસ્થતાપૂર્વક પ્રતિબિંબિત થયો છે. અહીં વાર્તા બે પાત્રો વચ્ચે ચાલતા સંવાદનો દોર પર જ આગળ વધે છે. આથી મૂળ વાત લેખકે જે કહેવા માટે આખો ઉધમ આદર્યો છે તે વાતની સ્થાપના કરવી પડે, પણ માત્ર બે પાત્રો વાતચીત કરતાં હોય તો ભૂમિકા કઈ રીતે બંધાય…?! આ પણ એક સમસ્યા છે ને!
પન્નાલાલ આ કારણે જ વિચક્ષણ વાર્તાકાર છે. જયાં સુધી ભાવકના હાથમાં વાર્તાનો તંત ન આવી જાય ત્યાં સુધી ‘લખુડા” ની દુકાન બહાર ટળવળતો રાખ્યો છે અને શિવલાલ વાણિયાને અન્ય ગ્રાહકો સાથે વ્યસ્ત રાખ્યો છે. આટલા સમય દરમ્યાન પન્નાલાલ લખુડાના મોમાં થોડું સ્વગતોક્તિ મૂકી છે. એ સંવાદો માંથી ભાવકને વાતનો છેડો લાગે છે. આમ, બે–ત્રણ પાના સુધી દેખાડો મનમાં જ ઘોડા ઘડે છે તેના આધારે ભાવક વાર્તાના સૂત્રને સમજી લે છે. ત્યારે મૂળ વાત ભાવકને ઠીકઠીક રીતે સમજાય જાય ત્યારે વાણિયો નવરો પડે અને હવે પછીની કથા આગળ વધે. આમ, સ્વગતોફિક્ત FLASH BACK માં જવાનું ઉપકરણ બની રહે છે.
આ પહેલા વાર્તા કરતાં બોલીને ક્ષિતિજો અહીં સુધી વિસ્તરે છે. પન્નાલાલની બોલી માં ઘણું રંગબેરંગી પણું છે છતાં તે કયાંય આયાસે પૂર્વક કે બનાવટી હોય તેમ જણાતું નથી. ભાષામાં રંગ દર્શિતા છે પણ આક્રૂડાપણું નથી. આવું સમતોલન પન્નાલાલ માં નવાઈ પમાડે તે હદે વિકસ્યું છે.
હવે આગળ વધીએ આ વાર્તાને ભાષાકીય પક્ષે મૂલવીએ.
અહીં લખુડી અંત્યજ-હરિજન કોમમાંથી આવે છે. તે થોડાં શબ્દોનો વારંવાર પ્રયોગ કરતા જણાય છે. જેમકે, “પીકુ’, ‘ભળવું’, બધા” વગેરે
“મરશે કાપડી! કાકા, મીકુ જમાઈ છોડી છે તે મરી ત્યારે.”
અહીં ‘મુકુ તેનો ‘મેં કહ્યું” શબ્દ સમૂહ નો સંકોચ પામીને નવો ઘડાઈ આવેલો શબ્દ છે. એ તો સમજાય પણ અહીં ‘ભાળવું” અને “બધા” શબ્દ સાવ જુદા અર્થે પ્રયોજાય છે.
“એક કાપડના બધા ત્રણ રૂપિયા?”
‘વધારે પડતું છે” એ દર્શાવવા માટે અહીં ‘બધા ” જેવા વિચક્ષણ શબ્દ પ્રયોગ પણ મળી આવે છે. સામાન્ય રીતે તો સાદા અર્થમાં બધા શબ્દનો અર્થ સઘળા, તમામ એવો કંઈક થાય છે પણ અહીં સાવ અજાણ્યો અર્થ ધારણ કરીને આવે છે, એવો જ બીજો એક શબ્દ છે ભાળવું. સોરઠી બોલીમાં તો ‘ભાળવું’ નો અર્થ થાય છે, દેખવું, જોવું. પણ અહી બતાવવું” એવો અર્થ થાય છે દા.ત.,
‘સાચી ગજિયાણી અત્યાર લગી વાળતો હતો?’
અહીં નાયકને કહેવું છે ‘બતાવતો હતો? પણ પરિવેશ બદલાતા શબ્દો કેવો પોતાનો અર્થ બદલે છે તેની ચમત્કૃતિ હાથવગી છે. તો વળી ‘હશી મશ્કરી’, ‘લખેશરી’ જેવા શબ્દ પ્રયોગોથી વાર્તાનું ગદ્ય વૃદ્ધ બન્યું છે.
‘ટપલાં’ શબ્દપ્રયોગ આયોજનપૂર્વક થયો છે.
બીજા દસ વર્ષ દરમિયાન જગતમાં એવા ઉપર કંઈ કંઈ ટપલાં નોતા પડયાં!
આ ‘ટપલાં”ની અંદર “માર પડવાની” વાત નથી પણ કુંભાર માટલું ઉતાર્યા પછી તેને યોગ્ય ઘાટ આપવા-સુડોળ બનાવવા તેને ટાપલી મારે છે. જેનાથી તેનો ઘાટ જળવાય છે. માણસના ઘડતર માટે પણ આ પ્રકારના ‘ટલાં” ની જરૂર હોય છે.ચક્ષુગમ્ય અનુભવ પણ અહીં જોવા મળે છે.
જેમકે,
પહેલા દરજીએ જાણે સીવો નાખ્યું હોય એમ એ જુવાનડી ની છાતી ઉપર તસતસતું અને તકતકતું બસ જોઈ જ રહ્યું.’
અહીં દ્વિરુક્ત/શબ્દ વાપરી અને યુવાનોને ઉંબરે ઉભેલી કન્યા નું-નવું કાપડું પહેરીને ઊભેલી કન્યાનું –ચિત્ર પન્નાલાલની સર્જકતાનું પરિચાયક બને છે.
અત્યાર સુધીના વાર્તાના ઈતિહાસમાં બોલીનું સ્વરૂપ વધારે સ્વચ્છ રીતે વિકસે છે. માત્ર પારિભાષિક શબ્દો અને પરિભાષાના પ્રયોગને બદલે વ્યવહારું ઉદ્ગારો અહીં સભાનતાપૂર્વક યોજાય છે.
“આ બધા શાહુકારોને તો ધ્યાન વધવાનું ને મારે ચાર ચાર વાધવાની એટલે જ છેવટ નો વારો ને.”
તેમ છતાં લખુડો એક જગ્યાએ સવર્ણો અને દલિતોની સ્થિતિની તુલના કરે છે ત્યારે વાણિયાને નવી નવાઈ નો અનુભવ થાય છે. પછાત જાતિના પ્રતિનિધિઓ સામું બોલતા શીખ્યા એ જ એને મન વિદ્રોહના ભણકારા છે પણ અહીં પન્નાલાલ ફરી એકવાર સીધો પ્રયોગ કરે છે.
પહેલી હરિજન ચળવળની બલકે અસ્પૃશ્યતા નિવારણ ની હવા બોલતી હોય એમ જે લાગતું હતું.
પન્નાલાલે પ્રયોજેલી બોલીના કેટલાક વિશેષ છે જે પૈકી એકાદ નો પરિચય કેળવીએ, અને લોપક ચિઠ્ઠનનો હેતુપૂર્વક પ્રયોગ કરવામાં આવે છે.
કહેવું – કેવું
પહેરનારી – પે’રનારી
વહોંરવું – વો’રવું
ન હતી – નો’તી
બહાર – બા’ર.
તો વળી , નાયિકા માટે ‘વણપરી ટેલી ઘોડી જેવું સાદ્રશ્ય શોધી સંવાદને અલ્લકતાનો, જાતિયતા અને સ્વચ્છ ભાવે વેગનો આધાર પૂરો પાડ્યો છે. પણ હજી સુધી વાણિયો અને લખુડી બંને ચરિત્ર અલગ પડે છે તેના સ્વભાવગત ઉદ્ગારોથી અને જેના સંવાદોમાં રહેલા જે-તે પાત્રને અનુકૂળ એવા હેકાઓથી. અર્થાત્ સ્વાભાવિક રીતે વાણિયાના સંવાદોમાં તિરસ્કાર, ઉપાલંભ, સંદેહ, ઠપકો અને ઠેકડી હોવાના, તો સામા પક્ષે લખુડાની ભાષામાં આજીજી, નરમાશ, લુચ્ચાઈ, વાક્પટુતા, ઓશિયાળપણુ અને શબ્દ ચાતુરી હોવાના પણ આ બધી વાત અહીં ઉદ્ભવે છે. તેમનું ચરિત્ર ચિત્રણોના ઉઘાડની મિષે, એટલે જ તો લખુડો હરિજન છે તેવું સ્પષ્ટીકરણ કરવું પડયું. એટલે કે વાણિયાના અને લખુડાના સંવાદોમાં બોલીઓ પક્ષે એવો સ્પષ્ટ ભેદ નથી. જો માત્ર સંવાદ તપાસીએ તો એનો બોલનાર કોણ છે તે પારખી ન શકાય. આમ, અહી ભાષા અને સંવાદો કેટલી હદે ભાડાના કે વાણિયાના નથી લાગતો તેટલાં પન્નાલાલના પોતાના મુખે બોલાયેલા લાગે છે.
બીજી એક વાત નોંધાવી રહી કે વાર્તા ગૂંથણી ની રીતે ગમે તેટલી ઉત્તમ હોય પણ તે વાંચીને જીવનમાં એક દૃષ્ટિબિંદુ મળતું હોય છે. મનનો એક ખૂણો ભાવવિભોર થાય છે. અને સંવેદનનું નાનકડું સંભારણું મળે છે. આ વાત સાથે સૌ કોઈ સહમત થશે. પણ… કહેવાનું તાત્પર્ય એ છે કે એ આ વાર્તા સાથે બનતું નથી… ગાજિયાણીનો એક કટકો પડાવવા માટે દેખાડો વારે-વારે શેઠના મર્મસ્થાન ને હત્ કર્યા કરે છે. શેઠ પણ યુવાનીમાં કરેલ કૃત્ય અને નાનકડા પશ્ચાત્તાપ રૂપે સાચી ગજિયાણીનું કાપડું વેચે છે પણ લખુડાના ખાતામાં તે તેના વિશે કશું લખતો નથી… એક પિતાની લાચારી ને લીધે એક શેઠના ખાતાની ખતવણીમાં આ રીતે એક ભૂલ પડી. એ ભૂલથી શિવલાલ પોતે સંતુષ્ટ છે. કે તે કાપડું દીકરી સુધી પહોંચતું કરી શક્યો છે. દેખાવ ખુશ છે કે તે સાચી ગજિયાણીનું કાપડું વારી શક્યો છે, આમ, જીવનમાં એકમેકને મળીને રાજી રહેવાનો સિદ્ધાંત આ વાર્તા દ્વારા સાબિત થાય છે. જે ભાવનાત્મક ની દ્રષ્ટિએ કંઈ બહુ અનુકરણીય લાગે તેમ નથી.
ડૉ. શક્તિસિંહ પરમાર
મદદનીશ પ્રાધ્યાપક, (ગજરાતી)
સરકારી વિનયન અને વાણીજ્ય કૉલેજ, ઘોઘા