લાગે છે લાજ શરમ ભૂલ્યા લાગો છો,
મદ, મોહ, લાલચમાં ડુલ્યા લાગો છો.
અંદાજ તમારા દેખાઈ રહ્યાં છે,
માણસ બનવાનું ભૂલ્યા લાગો છો.
બંધ રહો છો ઉપવનના આંગણમાં,
દર્ગંધ સીમામાં ખૂલ્યાં લાગો છો.
ફૂલોની કોમળતા દજવી દે છે,
ને અંગારાને ચુમ્યા લાગો છો.
કયું મૌન ધરીને બેઠા છો “પારસ”?
ભીતરમાં ઉતરી ઝૂમ્યા લાગો છો.
– ડૉ. મનોજકુમાર પરમાર
Prayas An Extension… A Peer reviewed literary e journal, ISSN – 2582-8681, vol. 4, Issue 1, Jan.-Feb:2023