રહેવા દે…                 

આમ શ્વાસોશ્વાસ સાથે રમવાનું રહેવા દે,

હે ઈશ્વર તું ક્યાંક છે એનો તો પુરાવો દે.

હજારો હાથ જોડાયા છે તારી સામે;

લાચારી નો હિસાબ કિતાબ રહેવા દે.

રમવા માટે તો ઘણું હશે તારી પાસે;

આમ શ્રદ્ધા સાથે રમત રમવાનું રહેવા દે.

કોરા હ્રુદય પર છાપ પડે ને ભુસાય;

આમ પીડા ભરેલ હ્રુદય ને પીસવાનું રહેવા દે.

અરે તું તો ઈશ્વર છે એ વાત શું ભૂલ્યો?

કોઈની લાકડી,ખભો હુંફ ને તો રહેવા દે.

  • નિર્જરા શુક્લ