મારા પાદરમાં વાગ્યો છે ઢોલ.
ભમે છે લોકો આમ–તેમ,
બદલ્યોછે રોજનો માહોલ,
મારા પાદરમાં વાગ્યો છે ઢોલ.
રાણશીંગુય વાગ્યું સહુ ઘરથીય ભાગ્યું,
મરશું’કાં મારશું સહુનો થયો એક ગોલ,
મારા પાદરમાં વાગ્યો છે ઢોલ.
નયન થયા લાલ લોહીનો ખેલાયો ખેલ,
આજ સત્યનો થયો સાચો તોલ,
મારા પાદરમાં વાગ્યો છે ઢોલ.
વાટે બેઠા પાળિયા; મૂછે દેતા તાવ,
આબરૂ બચાવવા ભોમની કર્યો તો નાનો કોલ,
મારા પાદરમાં વાગ્યો છે ઢોલ.
સખી..(ભાવિક ગઢાદરા)