પગદંડી…

મુગ્ધ પ્રકૃતિ ને કુદરતની આહલાદક આકૃતિ

આશ-નિરાશની ઘટમાળને ચાલ્યા કરે પગદંડી…

ઘનઘોર આકાશ ને વરસાદ ને કોયલની આકૃતિ,

ક્યારેક વસંતનો ક્યારેક પાનખર ને ચાલ્યા કરે પગદંડી.

ચંદ્રમાનો પ્રકાશ ને એમાં શીશ ઝુકાવે રાતરાણી,

ઉજાસને ઝીલવતું નીર ને ચાલ્યા કરે પગદંડી.

પરોઢે નવરંગી કિરણોની એ મનોહર કૃતિ,

મુક્ત વિહારતાં પારેવાં ને ચાલ્યા કરે પગદંડી.

સોંદર્યટાણે ગોધનની ઘરભણી પ્રવૃત્તિ,

મંદિર ગુંજવતા ઝાલરો ને ચાલ્યા કરે પગદંડી.