નિર્ભ્રાન્તિની ઓગણીસમી ઘડીએ

નિર્ભ્રાન્તિની ઓગણીસમી ઘડીએ

માત્ર એક પાંપણને દોષ દેવાથી શું?
મનની અડાબીડ ભૂલભૂલામણીમાંથી કોઈ કેડી નીકળે છે અને પહોંચે છે ક્ષિતિજની સૂકાયેલી રાવટી સુધી..
કોહવાયેલુ ચાંદાનું ફૂલ ખખડ્યા કરે છે રાતભર અંધારાની હ્રદય ભગ્ન નાયિકાની છાતી પર..
ફરફરી ઉઠે છે ઘાસ વ્યગ્રતાથી, જાણે કોઈની આશંકિત છાતીની રાંક રૂવાટી..
અને તાગ્યા કરું છું રાતના ઊંડાણમાં હમણાં જ ડૂબી ગયેલી સૂરજની ગાગરને..

– પિહુ રાજ્યગુરુ