નવા વર્ષની સવારે…
એ જ અલાર્મની રીંગ..
એ જ દૂધવાળાનો અવાજ..
એ જ પાણીના કૂંડામાં બેપરવાહ બનીને નહાતી ચકલી..
એ જ કરકરો તડકો..
કામવાળીની કાચની બંગડીનો આછો ખણખણાટ..
એકલ દોકલ ઉગેલું ચીની ગુલાબ..
રાત્રે કરેલી રંગોળી પર રાત પસાર થયાની અલસ છાયા…
મૂખવાસના ડબ્બામાં ગોઠવાયેલી વ્યવસ્થાબદ્ધ પ્રતીક્ષા…
તહેવારોના થાકથી અનભિજ્ઞ ઘડિયાળનો સેકન્ડ કાંટો..
ટીવી પર ધમાકાભેર રજૂ થતી દિવાલી બમ્પર ઓફર્સ…
બધું જ લગભગ એ જ…
માત્ર ઉંબર પર માની આંગળીએ ચીતરેલા સાથિયા નહીં.
– દિવ્યેશ કંટારિયા
Prayas An Extension… Volume – 3, Issue 5, September – October : 2022 ISSN : 2582-8681