દેખાય છે – અક્ષય પટેલ

આંખો કરી બંધ ને બસ ચિત્ર આપનું દેખાય છે
બોલતા નથી હવે કઈ મૂંઝવણ મોટી દેખાય છે


કહેવું છે ઘણું પણ લાગણીઓ મળતી નથી
આજે તમારા ખાલીપા ના શબ્દો ખુબ દેખાય છે

તીરછી નેણ રૂપાળી ને વળી આંખો ધારદાર વર્તાય છે
ડૂબું છું એમાં હું પ્રત્યેક દિન પણ અંશ માત્ર જણાય છે

ગાલ એના સુવાળા ને વળી હોઠે થી રસ છલકાય છે
અડકતા એ મૃદુલ કાયા સોગંદ એની હાથ સરકી જાય છે

કદી અચાનક આવે જો એ મળવા આ પાનખર બદલાય છે
નિહાળતા એ રૂપ સૌંદર્ય દિલ કુદકા ભેર મલકાય છે.
-અક્ષય

Prayas An Extension… A Peer reviewed literary e journal, ISSN – 2582-8681, vol. 4, Issue 1, Jan.-Feb:2023