જીવ્યા તો તરસાવતા, મર્યા બાદ જળ પાય,
હાથ ન ઝાલ્યો જીવતા, પછી ખભા બદલાય.
*
મળ્યું એ કાયમ ન રહ્યું, મુઠ્ઠીની એ રેત,
સાચવતા સરકી ગયા, ધન દોલત ને હેત.
*
જે છે એ કાયમ નથી, સઘળું ક્ષણભંગુર,
આવવું જવું તુજ લગી, તુજને જે મંજૂર.
ડો. મનોજકુમાર એલ. પરમાર ‘પારસ’
Prayas An Extension … a peer reviewed literary e-Magazine ISSN:2582-8681 Volume 5 issue 1 January- February 2024