દુનિયાને – કૌશિક પરમાર ‘ઉસ્તાદ’

ન કર્તાને કશીએ જાણ ના અણસાર દુનિયાને,
ખુદા કરતો છે એ જ રીતે પ્યાર દુનિયાને .
ઘણું સારું થયું કે જન્મ લઈ લીધો છે વેળાસર,
તમારા વિણ નહીંતર કોણ દે આધાર દુનિયાને.
પ્રથમ સર્જન કર્યું એણે પછી કીધું સકળ તમને,
કદી મળશે નહીં આવો ગજબ દાતાર દુનિયાને.
પ્રથમ છે એ સતી બ્રહ્માડની, સોગંધ ઈશ્વરની,
છતાં ના જશ કે ના આરામ છે પાળવાર દુનિયાને.
અગર વાવ્યો છે તો લણવો પડે છે પકઅક ખેડૂતે,
એ કારણથી સમયનું સાપડ્યું ઓજાર દુનિયાને.