તારી યાદ છે મને,મારી ફરિયાદ છે તને,
છોડે તરછોડે તો પણ તારી જરૂરિયાત છે મને.
બાંધીછે એ પોટલામાં યાદોની એક બે ક્ષણ,
બસ જીવવા બીજું શું જોવે ? બધુજ છે મારી કને,
નફરત કરીલે મન ભરીને, સમય ફરી નહીં મળે,
અંતમાં રડતા રડતા સ્નેહ કરીશ તું મારા શબને.
આ જનમમાં છંછેડી લે મારી લાગણીના ફૂલને,
ફરીને મને પામવા તું રજુઆત કરીશ એ રબને.
હારી નહીંશ તારા ન હોવાથી “સખી”વિયોગે,
મારી નજરથી તને શોધતા ફરીવળીશ આ જગને.
– સખી….(ભાવિક ગઢાદરા)