એક લઘુ તણખે ના દુનિયા બળી,
લઘુ તણખે એકથી,ભડકી આગ દુનિયાની,
હનુમંત ચિનગારીએ, બાળી લંકા રાવણની,
ગુરૂ તાકાત કેવી કરી,કમાલ કરી છે તણખાંની!
નથી આંકી કિંમત,કોઈએ કદી મણકાની,
સર્વલોક રટણ કરી,જાપ જપે છે માળાની,
એક એક મણકો પરોવ્યો, એક્ય થઈ છે માળાની,
જાપ જપી ને કોણે, દેખી સ્થિતિ મણકાની?
દાની છે આ દુનિયા તો, વાત કરું છું દાનાતની,
રેતી છાંટી સેતુમાં,જો દાનત ખિસકોલીની,
પામીને બધું દેવું પડે તો આપ્યું બધું દાનતથી,
આપ્યું ના સમર્પણે તો,દાનત રહે ક્યાં દાતાની?
મન ભીતર પોતાની,રાખ પ્રજ્વલિત આગની,
ધ્યેય વિના આ જીવનમાં,ક્યાં ભડકે આગ પોતાની?
ભીતર તણખો બની,આગ ભડકે દુનિયાની,
જો ના ભડકે તો થઈ,સાબિતી શું તણખાંની?
કવિત બાંધી મે તણખાંની,
જો ના સિદ્ધ વ્યથા તણખાંની,
તો ભ્રષ્ટ થઈ આ કવિતા મારી,
પછી લાજ રહે ક્યાં (શ્યામ) “સાગરની”?
શ્યામ ગઢવી
Prayas An Extension… A Peer reviewed literary e journal, ISSN – 2582-8681, vol. 4, Issue 1, Jan.-Feb:2023