ત્યાં દૂર ઉપરથી ટેકરીયો મને સાદ કરે છે,
આ ધુમ્મસમાં ભીનું ભીનું કોઈ યાદ કરે છે.
આમ સામસામા મળવાની તો વાત નથી કોઈ,
કોઇ છૂપી છૂપી રીતે જો ફરીયાદ કરે છે.
આ ઝરણું નહીં, વહેતા શમણાની ધારા સુંદર;
કોઈ બેઠા બેઠા ભીતરથી સંવાદ કરે છે.
આ વનલતા જાણે કોઇ ભીરું વનકન્યા હો,
એમ સાગ,સાલ પર લપાઈ ને મરજાદ કરે છે.
આ કેવડિયાની ટેકરીયોની વાત કરું શું?
એ તો ધીમે ધીમે અક્ષર સ્વરનો નાદ કરે છે.
વ્હાલા ઠાકોરજી વિજયસિંહ એમ. ઠાકોર