અરે¡ તમે મને ના ઓળખી, મારી વાટુ જોતા જોતા કયીક લોકો થાકી જતા, ત્યારે હું હાથલાગતી.અને પેલા અલીડોસાને તો હું એના મર્યા પછી છેક કબરે મળી.હું એક દાડાની મશહૂરથયેલી નાયિકા હતી.
કયીકના સારા નરસામાં મારી વગર કોઈ ડગ ના ભરે.અને લોકો મારી વાટુ જોવે.એવો મારોઠાઠ હતો પણ આજના સમય માં ……પેલી કહેવત છેને કે માણસનો સમય એકવાર તો આવેજ, જેનેજીવતા જીવ ના આવે એમને મર્યા પછી આવે પણ સમય તો આવે.એ સમય મારો હવે જતો રયોહતો.ક્યાંક મરણના મેલે તો ક્યાંક લગનના ડેલે મારા ગીતો ગવાય.વળી કોઈક સર્જકની કલમે તોવળી કોઈકની વિસરેલી યાદમાં મારી વાતો મંડાય અને આજે એ વાતોને યાદ કરું ત્યારે માંરીઆંખોમાં એના ઝુરાપાના આંસુ આવી જાય.
મારા પર કંડારેલા અણીયેલ અક્ષરોમાં કોઈની વ્યથા તો કોઈનો પ્રેમ, કોઈની ખુશી તોકોઈના આંસુ.ઘણું બધું મેં જોયું છે.જે આજે હું યાદ કરું તો મને મારો જમાનો ફરી પાછો ભૂતકાળમાંખેંચી જાય છે.એવા તો કેટલાય પ્રસંગો મને ઊંડી ખાયમાં ખેંચી જાય જ્યારે હું એ યાદ કરું તો ઘણીવખત સ્તબ્ધ રહી જાવ છું.
વર્ષો પહેલાની વાત છે, જ્યારે આ ટેકનોલોજી જન્મી પણ નો’તી એવે સમય મારો વટચાલતો.મેપા ભગતની એકની એક દીકરી લાડકોડથી ઉછરેલી,દી ઉગે ત્યાંથી આથમે ત્યાં સુધીમાંરંભા (મેપાની દીકરી) મેપાને જીવ ઠેકાણે ન રે’વા દે.મેપો પણ રંભાનો બોલ પડે એટલે ગમે તે વસ્તુહોય, જીવ દયને પણ હાજર કરે.આમ રંભાનું ઘડતર મેપો કરતો.
સમયને જતા શુ વાર લાગે.વર્ષોના વાણા વાયગ્યા.રંભાના લગનના ટાણા થઇ ગયા મેપાનેખબર પણ ન રહી.એને મન તો રંભા હજુ નાનીજ હતી.રંભાના હાથ પીળા કરવાનો સમય હતો, પરંતુમેપાનેતો રંભાને જોગ મુરતિયો મળતો ન્હોતો.મેપો મનમાંને મનમાં પોતાની જાતને કોસ્તો કે દીકરીનેભણાવી ગણાવી હોતતો કંઈક લખતા ભૂસતા આવડત.અને ક્યારેક કાગળ લખી વાંચી શકત.
પણ કહેવત છે ને કે,ભગવાને હંધાયની જોડી સ્વર્ગમાંથી બનાવીને પૃથ્વી પર ઉતારી છે. એમઘણા ગામડા ખેડીને મેપાને આખરે રંભાને જોગ મુરતિયો ગોતી કાઢ્યો.મુરતિયો પણ રંભાની જેમઅણપઢ.ઢોર ચારે અને પેટિયું રળે, અને ખાધાખાનું કરતો.મેપાને થયું કે દીકરીને દુઃખ ન દે તો પણઘણું એમ સમજી રંભાના હાથ પીળા કરી દીધા.મંગળ ગીતો શરૂ થયા.મને લખવાનો સમયઆવ્યો.મારા પણ ગીતો ગવાયા.મારા પર કંકુના છાંટણા થયા.અને મને ગામો ગામ મોકલવામાંઆવી.લોકો ભેળા થયા અને રંભાને સાસરે વળાવી મેપાનો જીવમાં જીવ આવ્યો.
રંભાને સાસરે ગયા એને ઘણા દિવસોના વાણાવાય ગયા.કોઈ વાવડ ન્હોતા.દીકરી અભણએટલે કાગળ પતર લખી શકે તેમ નો’તી.મેપાના મનમાં દીકરીની ભાળ લેવાના અભરખાજાગ્યા,અને તેને તો દીકરીના સાસરીની વાટ પકડી,સાંજ થતાતો દીકરીના હાથનું બનાવેલુંજ જમવુંએ હેતુએ ન જોયો તડકો કે ન જોયો થાક.સંધ્યા થતા જ મેપાએ વેવાય ને રામ રામ કીધા.પણવેવાયના વર્તનમાં મેપાને ખોટ લાગી, દીકરીને જોતાતો મેપાના ઘરણ મરી ગ્યા.દૂજણી ભેંસના દૂધપાય પાય ને ઉછેરેલી દીકરી આજ લૂગડામાં પણ દેખાતી નો’તી.મનમાં કયીક શંકા કૂશંકા આવવાલાગી.દીકરી સુખી નથી એની જાણ થઈ પરંતુ મનમાં રંભાને ભણાવી નય એની દાજ હતી. જોભણેલી હોત તો બાપ ને એના દુઃખ વિશેનો કાગળ લખી ને કેણ મોકલી શકત.
વેવાય અને જમાયની રજા લય મેપો ઘર બાજુ રવાના થયો,મનમાં પોતાની જાતને કોસ્તો,દુઃખીહદયે ચાલતો જતો.દીકરીને મોતના મુખમાં ધકેલ્યાનો વસવસો કોરી ખાતો હતો.ઘરે આવ્યો પણહવે ઘરમાં પણ મન લાગતું નહોતું.બે ચાર મહિના માંડ રય શક્યો.અને મનમાં ગાંઠ વાળીને ફરીદીકરીના ઘરે ઉપડ્યો. જે થવું હોય એ થાય પણ દીકરીને વધુ દુઃખી નથી થવા દેવી.તે નરકમાંથીછોડાવવાની ઘેલછામાં જટ મારગ પણ કપાતો નો’તો.ફરી સાંજ થાતાં મેપાએ રામ રામ કીધા.પણબધાયના મો જમીન સોંસરવો થયેલા જોય મેપાના શબ્દો ચોરાય ગયા. બધા લોકો નિઃશબ્દ બનેલાજોય મેપાથી ન રેવાયું.તે બોલી ઉઠ્યો રંભા ખેતરે ગઈ છે ? જવાબમાં રંભાના સાસુએ રંભાનીફૂલનાહાર ચડાવેલી તસ્વીર તરફ આંગળી કરી.આ જોતાજ મેપાને પગ નીચેથી જમીન ખસ્વાલાગી.મનમાં જેમીન મારગ આપે તો સમાય જાવ એવો આર્તનાદ જાગ્યો.મેપાથી ખાલી એટલુંજબોલાયું કે કેટલું વેળુ પડ્યું દીકરીને મળવામાં.જવાબ મળ્યો અઢાર દા’ડા. મેપાથી બોલાય ગયુંકે,જાણ ખાતર ન કાગળ કે ન ટપાલ વળતા જવાબમાં ખબર મળી કોણ ભણેલ ગણેલ વગરલખે.અને આખરે મેપો વિલાયેલ મોઢે ઘરને માર્ગે આંસુભરી આંખે,હિબકતે હૈયે મનમાં એકજ વાતદીકરી એક ટપાલ લખી શકી હોત તો તે દીકરીને મળી શક્યો હોત.
આમ મેપાની વેદના જેવી તો કેટલીય વાતો મારામાં હજુ ધબકે છે. એ જોય મારુ પણ હદય કંપીઉઠે છે.આજે પણ લોકોના મનમાંથી ભૂંસાયેલી હું ટપાલ હજુ જીવતી છું.હજુ ચોપાનીયાંમાં ક્યાંકમારું નામ લેવાય છે.પણ મને ભૂલી ન જતા,મને હજુ જીવાડજો.
(ભાવિક ગઢાદરા)
સખી…