ગીત વેચું છું

જી હજૂર, હું ગીત વેચું છું,

હું તરહ તરહનાં ગીત વેચું છું,

હું બધી જાતે-ભાતે ગીત વેચું છું,

હા, મને પહેલા થોડો સમય શરમ લાગતી હતી,

પણ, પછી થોડી અક્કલ મારામાં આવી,

હા, લોકોએ તો વહેંચી દીધી હતી ઈમાનદારી,

હા, તમે સાંભળીને હેરાન ન થાવ,

હું, અંતે તો વિચારીને જ મારાં ગીત વેચું છું

આ દિવસોમા શું વધ્યો છે કવિ ધંધો !

છે બન્ને વસ્તુ વ્યસ્ત કલમ અને કંધો.

હું નવાં-જૂનાં; બધી તરહનાં ગીત વેચું છું.

હિન્દી – ભવાની પ્રસાદ મિશ્ર

અનુ: મનીષ શિયાળ