અમે,
સરનામાં વિનાના,
સતત પ્રવાસી…
ઋતુ હો કોઈ પણ,
હો દિવસ કે રાત્રી,
ઉપર આભ ને,
નીચે ધરતીના અમે વાસી.
અમે સરનામાં વિનાના સતત પ્રવાસી.
આજ અહીં તો કાલે ત્યાં પડાવ છે.
ન જાણી શક્યો જાનકી નાથ પણ,
કે, કેવો આ ચડાવ ઉતાર છે.
ડુંગરની ટોંચે ને,
તળેટીની ઓથે,
વહેતા ઝરણાં જેવા આભાસી,
અમે સરનામાં વિનાના સતત પ્રવાસી.