લાંબી રાતની પુરી થતી વાત, તું જાગ,
હારેલી બાજીની રમત ફરી છે લાગી આજ, તું જાગ.
સળગતી મશાલમાં હોમી તું ખુદને આજ, તું જાગ,
સબંધોને સાચવીને તું રાખ તું જાગ,
દર્દને તું કર ઘડી-ઘડી યાદ તું જાગ.
પરિશ્રમના દલદલમાં તું ખુપિજા આજ, તું જાગ,
મંઝિલની છોડ ફિકર તું માર્ગને પામીજા આજ, તું જાગ.
સંઘર્ષની કહાનીઓમાં તારું નામ ટાંકીજા આજ, તું જાગ,
ઝુકાવ નસીબને આત્મબળથી હાથોની લકીરોને ભૂલીજા આજ, તું જાગ.
હતાશાને હણી તું નિશાન ઊંચું તાક, તું જાગ,
જીતના પહેલા ચરણની શરત એટલી સમજી જા,
મળેલી ‘અશક્ય’ હારને સ્વીકારી આજ, તું જાગ.