તું આવે તો…!
તું આવે તો જાણે વગર મોસમેં વસંત આવે.
તું આવે ને સાથે ફૂલોની સુગંધ લાવે.
તું આવે ને તનમાં ઉમંગ આવે,
તું આવે ને મનમાં તરંગ લાવે.
વર્ષોથી ખંડેર જેમ પડેલ હૃદયમાં ઝણકાર થાય
તું આવે તો આ મૃત શરીરમાં ધબકાર થાય.
તું આવે તો દિવસ રાતની ઘટમાળ ચાલે થંભેલ શ્વાસને…પ્રાણ મળે…
પણ…
તું આવે તો …!
તું આવે તો …?