સવાર ઊઘડે કે ના ઊઘડે
તું રાત આખી જાગી તો જો.
સંધ્યા ઢળે કે ના ઢળે
તું મધ્યાહને તપી તો જો.
રસ્તે કોઈ મળે કે ના મળે
તું ડગ એક ભરી તો જો.
આનંદ મળે કે ના મળે
તું ખડખડાટ હસી તો જો.
કોઈ ચાહે કે ના ચાહે
તું ભીતરે કોઈના વસી તો જો.
સામે કોઈ મળે કે ના મળે
તું બંધ આંખે સમરી તો જો
પત્થર તરે કે ના તરે
તું નામ રામનું લખી તો જો.