ઝંખના પણ કેવી કરી, કદીએ પુરી થવાની નથી..
વિસરાઇ ગએલી પળો પાછી વળવાની નથી…
મૃગજળ જેવું કાંઇ જોયું ને લગાવી દોડ..
તરસ હતી ભીતરે પણ એમ છીપાવાની નથી…
અતીતની યાદો પણ હવે તો ખૂટવા લાગી..
હવે એ કાલ કંઇ આજ બની આવવાની નથી…
એટલેજ લગણીઓ વહી જાય એમાં જ મજા છે…