કાવ્ય ૧. પ્રતીક્ષા : રેશ્મા ઘોઘારી `ચિલમન’

પ્રતીક્ષા 

કોની ?

કોની વળી શુ … એની …

એની વળી કેની… ? 

જે ગૂંથાયો શમણે..

આવી લખાયો છે મારા લમણે …

પણ ક્યાં સુધી…

જ્યાં સુધી સૂરજ ચંદર આમ ફેરા ફરે,

જ્યાં સુધી દિવસ રાતના રેલા તરે, 

જ્યાં સુધી અગનમાં ધ્રુવ તારો,

જય સુધી આ પંખીનો ટહુકારો, 

જ્યાં સુધી વાય પવનની લહેરખી,

જ્યાં સુધી નવ પલ્લવીત થતી ધરતી,

જ્યાં સુધી હૃદયમાં રહે શ્વાસ …

ત્યાં સુધી રહેશે મનમાં  એની સુવાસ…