શબદ વૈરાગી શબદ સાધો,
ઘૂમી રહ્યો છે અંદર—બાહીરે નાદ સાધો.
એક કરતાં એક તૂટે; પામતાં શબદ ન ખૂટે;
ખરો જ્ઞાની મજા લૂંટે; ત્યાં ગંગ સરવાણી ફૂટે.
અવળા—સવળી ચાલી રહ્યો માંહે; ઓહમ્ સોહમ્ વાદ સાધો.
શબદ વૈરાગી શબદ સાધો.
ઘૂમી રહ્યો છે અંદર—બહીરે નાદ સાધો.
વચન વિવેકી પીઓ પય પદાર્થ અમોલખ વાણી;
પરા—પશ્યંતી મધ્યમા—વૈખરી ભરે તુંજ ઘર પાણી.
તુંહી તુંહી જપતજાપ માંહે; સત્યમ્ શિવમ્ સુંદરમ્ સાદ સાધો.
શબદ વૈરાગી શબદ સાધો,
ઘૂમી રહ્યો છે અંદર—બહીરે નાદ સાધો.
∆ ધતૂરો
મનીષ શિયાળ