લાલાજી વાંસીયા
રોહન શહેરમાં ધંધો કરવા માટે આવેલો ને બે ત્રણ દિવસ તેમને હજુ તો થયા હતાં. તે એક એપાર્ટમેન્ટમાં છેક ચોથા માળે રૂમ રાખીને રહેતો હતો. તેમની રૂમની ઉપર વીશ બાય ત્રીસનું ઉપરનાં ભાગે એક સરસ મજાનું ધાબું હતું. ત્રણ દિવસમાં તે બીમાર પડી ગયો. ડોકટરે તેમને આરામ કરવાનું કહ્યું હતું. એક દિવસ તેમને ખુલ્લી હવા લેવાનું મન થયું એટલે ઉપર ધાબા પર સાંજપોરના સમયે ચડી ગયો. ધાબા પરથી તેમની જયાં સુઘી નજર જતી હતી ત્યા સુધી એકલા બિલ્ડિંગ દેખાતા હતા. હવા પણ શાંતરૂપે ધીમે ધીમે જર્જરીત થઈને સીધી તેમનાં ચહેરા સાથે ઝડપથી અથડાતી હતી. રોહનને ગામડાં જેવું શુદ્ધ વાતાવરણ લાગ્યું. રોહન થોડીવાર બેસીને પછી ઊભો થઈને ધાબા પર આમથીતેમ ચાલવા લાગ્યો. ચાલતાં ચાલતાં એક નાની એવી કાંકરી તેમના જમણા પગના બુટ સાથે અથડાતાં, પાણી કાઢવાના પાઈપમાંથી ગતિથી પસાર થઇને સીધી નીચે રહેતા એક ઘરડી ડોશીમાને નાનાં મગજ પર વાગી લોહીની સેડ ફૂટી! તેમનો છોકરો ઝડપથી દોડ્યો અને સીધી નજર તેમને ધાબા પર કરી. ત્યાં ઉપર એક છોકરો આમથીતેમ આંટાફેરી મારી રહ્યો હતો. ડોશીમાં એ કહ્યું, આ બાજુથી કોઈકે “કાંકરીચાળો કર્યો છે. ઝડપથી ડોશીનો છોકરો બાજુના એપાર્ટમેન્ટમાં ધાબા પર પહોચી ગયો. એ ભાઈ અહિયાંથી “કાંકરીચાળો” શા માટે કરે છો?
ભાઈ હું અહીં હું આવીરીતે ચાલતો હતો ને મારાંથી અજાણતા મારા પગે ઠેબુ લાગ્યું ને કાંકરી આ પાઇપમાંથી સીધી નીચે આવી, હવે મને કહો એમાં મારો કંઈ વાંકગુનો ખરો! તારો વાંકગુનો કંઈ નથી, તું ચાલ નીચે. ઝડપથી રોહનને નીચે પેલાં ડોશી પાસે લાવે છે પણ ત્યાં ડોશીમાં નથી? કુંજન તારા માડીને હોસ્પિટલ લઈ ગયાં છે? રોહન, ચાલ દોસ્ત હું પણ તારી સાથે આવું. બંને ઝડપથી બાઈક લઇને હોસ્પિટલ જાય છે. ડોશીમાં બેભાન હતાં ને ડોકટરે જણાવ્યું કે હમણાં બે કલાક સુધી કોઈ મળી શકસે નહી. રોહન તો પૂછે ડોશીમાને શુ થયુ છે દોસ્ત? અરે યાર તારા ઠેબે જે કાંકરી ચડી એ ડોશીમાને વાગી ગઈ છે. હવે તે મને દોસ્ત કહ્યો છે એટલે નહીતર અમેબધાં ભાઇઓ ભેગા મળીને તને માર્યા વગર રહેત નહી! રોહન પાસે પૈશા હતાં નહિ એટલે તેમને દવાખાનાનો ખર્શ પણ સ્વીકારવા મનથી તો તૈયાર ના હતો પણ કરે શુ બિચારો નાં છૂટકે પણ બે દિવસની સારવાર અને એક મહિનાની દવાનો ખર્ચ માથે લેવો જ પડ્યો. ખર્ચે તો માથે લઈ લીધો પણ પૈસા ક્યાંથી લાવવા એની વિમાસણમાં હતો. તેમને રાત્રે પણ ઊંઘ નાં આવતી! મનોમન તે ખુબ દુખ અનુભવતો. ગામડેથી ખોટું બોલીને પૈસા નાં લાવી શકે! પોતાનાં માતા પિતાને કેમ છેતરવા! છતાં પણ તેમને પોતાના પર આત્મવિશ્વાસ રાખ્યો કે હું શહેરમા રાત્રે મોડે સુધી કામ કરીશ અને ગામડેથી પૈસા મંગાવી લવ.
રોહન સાથે ત્રણ દિવસમાં આવી ઘટના બની હતી. હવે રોહનનું મન શહેરમાં રહેવા માંગતુ ન હતું પણ એનું મન ગામડાં તરફ જવાની ના પાડતું હતું કારણ કે રોહન પૈસા કમાવવા શહેર આવ્યો હતો. હવે ગામડે જાય તો પણ પોતાનું અપમાન થાય, ગામનાં લોકો ચોક્કસ કહે કે “મોટાં ઉપાડે શહેરમા ગયો હતો આવ્યો ને પાછો, આ ભામ ક્યાંય નો ટકે, મિત્રો પણ મશ્કરી ઉડાવે કે, શહેરનો ફ્ટકિયો આવ્યો! આ બધાંના વાંકાવહમાં તો સહન કરી લવ પણ મારી “બા” ને હું શું મોઢું દેખાડું? મારી “બા” બીચારી વાતો કરે કે મારો છોકરો શહેરમા ધંધો કરવા ગયો છે કોઈ સારી દીકરીનું માંગુ હોય તો કહેજો! આમ, મારી સગાઈ માટે સગાવ્હાલા અને ગામનાં લોકોને મારી “બા” હરખાતી હરખાતી કહેતી. રોહન”બા” સાથે ફોનમાં વાત કરતો ત્યારે તેની “બા” કહેતી કે તારા વેવિશાળ માટેના માંગા આવવાં લાગ્યાં છે. બેટા તબીયત તો સારી છે ને? અરે “બા” શહેરમાં તો રહેવાની બહુ મજા આવે છે.
પણ, પણ શું બેટા!બોલ તો ખબર પડે ને? “બા” હું એમ કહેતો હતો કે મારે અહીં દસ હજાર રૂપિયાની જરૂર છે. મારે નવો ધંધો શીખવો છે એટલે ભરવા પડશે!
આ ધંધાથી મારી આવક પણ બમણી થશે! હું પછી તમને બધાને પણ શહેરમાં રહેવા લાવીશ તો પણ હું ખર્શમાં પહોસી વળીશ.
બેટા અત્યારે તો ગામડે શાકભાજીના પણ અમારી પાસે પૈસા નથી! પણ હું કંઈક વ્યવસ્થા કરી દઈશ, મામાને ફોન કરીને જાણી લવ પછી તને ફોન કરું.
બે દિવસ પછી ફોન આવ્યો ને રોહનના બાપુજી મુખી પાસેથી વ્યાજે રૂપિયા લઈ આવ્યા એવા સમાચાર મળ્યા, શુ કરે રોહન! નવો ધંધો શીખવાના બહાને રોહને દસ હજાર રૂપિયા ગામડેથી મંગાવી લીધા હતાં ડોશીમાનાં દવાના. એક મહિનો રોહને જેમતેમ કરીને પસાર તો કરી લીધો, પણ એનાં મનમાં સેઇન પડતું નાં હતું.
તેમની સાથે કંઇક અજગતું બનવાનું હોય તેમ લાગતું હતું. એ પોતાના ગામમા જવા માટેની બસમાં ટિકિટ બુકિંગ કરવા એસ ટી
બસ સ્ટેશને ગયો.
મનથી હારીને એ પાછો આવતો રહ્યો, એમને પોતાને મનમાં અફસોસ થવા લાગ્યો કે હુ ગામમાં શુ મોઢું બતાવીશ! લોકો મારી મશ્કરી કરશે! ગમેતેમ થાય હવે તો અહીં રહે જ છૂટકો!
મકરસંક્રાંતિ નજીક આવતી હતી. બાળકો બધાં પતંગ ચગાવવામાં મશગુલ હતા. રવિવારનો દિવસ એટલે રોહન પણ ધાબા પર બેઠો હતો. કોઈક બાળકે તેનાથી ઉપડે એવી કાંકરી લઈ ને જોરથી દુર સુઘી ફેકી અને એક નાના બાળકને વાગી! બાળક એકવાર રડવાનો અવાજ અવ્યો ને બેભાન થઈ પડી ગયું. તેની સાથે રહેલા બાળકે બૂમાબૂમ પાડીને તેના માતા પિતાને બોલાવ્યા! ને કહ્યું કે આ બાજુથી કોઈકે “કાંકરીચાળો” કર્યો છે. માતા પિતા જુવે છે તો છોકરો ભગવાનના ધામમાં આરામ કરવા પહોચી ગયો હોય છે.
છોકરાનો બાપ જુવે છે, તો રોહન એ ધાબા પર દેખાય છે. એ “કાંકરીચાળો” કરનાર એ બાળક તો સંતાઈને જતું રહે છે. પણ રોહન આ વખતે પણ નજરે પડે છે. છોકરાનો બાપ કહે છે! આ વખતે પણ પેલા છોકરાએ જ કાંકરી મારી હોવી જોઇએ! તેમની માતા રડવા માંડે છે. રડવાનો અવાજ સાંભળીને સોસાયટીના બધાં ભાઈઓ અને બહેનો આવી જાય છે. અંદરો અંદર વાતો થાય છે. થોડીવાર પહેલાં છોકરો રમતો હતો પણ ઘડીકમાં શુ થઈ ગયું? હૈ ભગવાન બીચારાનો એકનો એક દીકરો પણ લઇ લીધો! હૈ બહેન આમાં આપનું થોડું ચાલવાનું છે જે ભગવાનને કરવું હતું એ કરી નાખ્યું.
છોકરાનો કાકો આવ્યો અને કહ્યુ કે શું થઈ ગયું આને? કોઈક હળવેકથી બોલ્યું કે સામેથી કોઈકે “કાંકરીચાળો” કર્યો છે. ધાબા પર ચડીને જુવે છે ત્યા ફરીવાર એ રોહન નજરે ચડે છે. પેલી ડોસીને કાંકરો માર્યો એ છોકરો જ છે. બે ત્રણ યુવાનોએ કહ્યું આ વખતે તેમને માર્યા વગર નથી મૂકવો? ચાલો મારી સાથે, લોખંડની પાઇપો લઈને આ લોકો ત્યાં ધાબા પર જાય છે.
એપાર્ટમેન્માં આટલાં બધાં લોકો એક સાથે આવીને ઉપર ગયા એટલે એમાં રહેનારા લોકો ને ઝગડો થવાની સંભાવના લાગી! પણ શેરમાં કોને ક્યાં કોઈ કોઈને પડી છે. બારણું લોકો બંધ કરવા લાગ્યા! રોહન બીજી બાજુ ફરીને વાંચતો હતો પેલાં યુવાનોએ આવીને સીધો પાઇપ માથાના પાછલા ભાગમાં જોરથી મારી લીધો. રોહન “ઓય બાપ” એમ એક્વાર ચીશ નીકળી! ત્યાં તો બીજા યુવાને બીજો ઘા મોઢા પર માર્યો! ત્રીજાએ પાછો માથા પર માર્યો! હવે રોહનની આંખો પણ બંધ થઈ ગઈ હતી. લોહીની ધારાઓ વછુંટતી હતી. ધાબું આખું લાલ રંગના કલરથી રંગ પૂરતું હતું. જયા સુધી પેલો રોહન હલ્યો ત્યાં સુઘી આ યુવાનો “ઘા” પર “ઘા” કરતા જ રહ્યાં!
રોહનને મારી મારીને પ્રભુના ધામમાં પહોંચાડી દીધો. બધા યુવાનો લાલ પાઈપો સાથે લઈને પેલાં જયાં રડતાં હતાં ત્યા જઈને કહે છે પેલાં છોકરાનું કામ પણ અમે પૂરું કરીને આવતા રહ્યા છીએ. હવે અમે પોલીસ સ્ટેશન જઈને સ્વીકારી લઈશું.
રોહનની લાશ પડી હતી પણ કોઈ તેમની પાસે જવા રાજી નાં હતું. બધાની અંદર ડર પ્રવેશી ગયો હતો કે પોલીસ કારણ વગરની સવાલ જવાબ પૂછસે એના કરતા દુર રહેવામાં જ સારૂ છે. એક સાવ પેલાં માળે રહેતા એક પગીદારનું કામ કરતા વ્યક્તિને દયા આવે છે અને એ પોલીસને ફોન કરે છે જેથી કરીને લાશ તેમનાં ગામે પહોચી શકે!
એપાર્ટમેન્ટમાં બધી બાયું એક રૂમમાં ભેગ્યું થઇને વાતો કરતી હતી કે છોકરો બહુ સારો હતો કયારેય પણ કોઈ દિકરીયુ સામે આંખ ઉઠાવીને જોતો પણ નાં હતો! પણ શું ગુનો કર્યો હસે કે આવો ઢોર માર માર્યો.
પોલીસ અડધા કલાકમાં આવી ગઈ હતી. ધાબા પર જઈ ને એ લાશ ને જુએ છે! પી એસ આઇ લીંબોસિયાયે આવી લાશ કયારેય પણ નાં જોઈ નાં હતી કારણ કે એક્સિડન્ટ થયું હોય તો પણ આવી રીતે માથા પર ઘોબા નાં પડ્યાં હોય.
એપાર્ટમેન્ટમાંથી બધાં ને પૂછે છે તમેં કંઈ જોયું છે? જવાબ ના આવે છે અને છોકરો કયાનો હતો એ સરનામું પોલીસ જાણીને લાશને બોક્સમાં નાખીને પોલીસ ત્યાંથી નીકળી જાય છે. કારણ કે ગુનેગારોએ પહેલા જ સ્વીકારી લીધું હતું. રોહનનાં ગામના સરપંચ ને ફોન કરીને લાશ રવાના થાય છે.
એ ગામમા એમ્બ્યુલન્સ પહોંચે એટલે આખું ગામ સંકસ્પદ હાલતમાં વિચારો કરે છે કે શું ગામમાં કોઈ વધારે પડતું બીમાર લાગે છે. ગાડી સીધી સરપંચનાં ઘરે આવે છે અને પોલીસ ગામમાં સરપંચને સમજાવીને તરત જતાં રહે છે ને કારણ “કાંકરીચાળો” નાં બનાવની વાત કરતા જાય છે.
સરપંચ ગામનાં બધાં લોકોને ભેગા કરીને રોહનના ઘરે રોહનની લાશ લઈને આવે છે. રોહનની બા ફળિયું વાળતી હોઈ છે એ બધાને જુવે છે એટલે નક્કી તેમને ગામમા કંઇક બનાવ બની ગયો હોય એમ લાગે છે એટલે તરત ઘરમાં તેમનાં પતિને કહે છે. આજે કૂતરા પણ આખી રાત રોતા હતાં! ગામમા કંઇક બની ગયું છે.
ગામનાં સરપંચ અને લોકો તેમના ઘરમાં જાય છે અને લાશને નીચે ઉતારીને ધરતી પર મૂકે છે. કોણ છે આ? ક્યાંથી લઇ આવ્યાં છો? અમારાં ઘરે શા માટે તમે આમ અજાણી લાશ લઈને આવ્યા છો? એટલું રોહનની બા બોલી! ત્યા તો સરપંચ પણ રડવા લાગ્યા ને સાથે ગામ પણ રડવા લાગ્યું. આ તમારો “રોહન્યો” છે.
ઓય બાપા, હૈ માં, શુ થયુ મારા રોહનને! કોને આવી હાલત કરી છે મારા દીકરાની! હૈ માડી અમને તો એમ હતું કે અમારો રોહન શહેરમા કમાવવા ગયો છે. એના માટે અમે દીકરી પણ ગોતી રાખી હતી! ન કરે નારાયણ, હૈ ભગવાન હમારી સાથે આવું કેમ કર્યું છે.
રોહનનું આખું ઘર રડતું હતું. આવો દેકારો ગામમાં કયારેય થયો ના હતો, આખું ગામ પણ ધીમે ધીમે ભેગુ થતું જતું હતું અને હીબકે હીબકે રડતું હતું. તેની બહેન પણ રોતી જતી હતી ને કહેતી હતી કે ” ખમ્મા મારા વીરને” હું હવે એમ કોને કહીશ! રાખડી મારી કોને બાંધીશ! હૈ ભગવાન તે આ શુ કર્યું છે.
ગામની બહેનો પણ આજે શાજીયા સાથે મરસિયા ગાતી હતી કે
કેમ કે ગામની બાયું જાણતી હતી કે આજે આને વધારે નહિ રડાવીયે તો તેનું હદય હળવું થશે નહિ એટલે એ રોતી હતીને ગાતી પણ હતી.. . સાવ રે સોનાનું માથે શીર ધરું,
વૃદ: હાય… હાય… વોય…રાજવી.
મોતીડાં તપે રે લલાટ રે,
વૃદ: હાય… હાય… વોય…રાજવી.
વૃદ: હાય… હાય… વોય…રાજવી.
કેસરિયો કોને ઓળખ્યો?
મારાં ઘોડા બેસનારા,
મારા તરવારુના રાખનારા
હાય રે લાડા હાય
વૃદ: હાય… હાય… વોય…રાજવી.
આજે ગામની અંદર રડવાના અવાજો આજુબાજુના ગામમાં પણ જતાં હતાં. આંખું ઘર રડી લીધા પછી હવે તેમની નનામી ગામ લોકો તૈયાર કરતા હતાં. રોહનની બા રોહનથી અળગી થતી નાં હતી. ગામની ચાર પાંચ બહેનોએ પકડીને તેમને ઘરમાં લઈ જાય છે. રોહનનો બાપ સમજતો હતો કે ” ધાર્યું ધણીનું થાય”, કુદરતને જે ગમ્યું તે સાચુ.
નનામીને સ્મશાન સુધી લઈને અગ્નિ પ્રજલવિત કરીને રોહનના શરીરને બાળી દેવામાં આવ્યુ. સરપંચ અને ગામ લોકોએ સળગતી લાશ સામે એક સંકલ્પ લીધો કે હવે પછી ગામનાં કોઈ પણ યુવાનને ધંધા માટે બહાર શહેરમાં જવા દેવામાં આવશે નહીં!
આ બાજુ શહેરમા પેલો બાળક પણ પોતાના પિતાને સાચી વાત કહે છે એ પથ્થર હું જ ઘા કરીને નીચે આવી ગયો હતો. તેના પપ્પાને જોરદાર મનમાં ભ્રમણા ઘુસી જાય છે કે જો હું સાચું નહી કહું તો મને પાપ લાગશે અને મારા દિકરાથી ભૂલ થઈ છે. “કરે કોઈ ક અને ભોગવે પણ કોઈક” હવે મારા દીકરાને જો તેના નિસાસા લાગશે તો એ કંઈ નહિ કરી શકે. મારે ખરેખર જો તેમનાં પાપનું પ્રાયશ્ચિત કરવું હોય તો તેમના ઘરે જઈ અને તેમણે અમુખ રૂપિયા આપતો આવું! પણ એમના બાપુ પૈસા લેવાની નાં પાડશે તો? એક કામ કરું તેનો મારી સાથે ભાગીદારમાં ધંધો ચાલતો હતો એમ કહીને આપતો આવું.
એ બીજા દિવસે તેના ગામ જવા રવાના થઈ જાય છે અને ત્યાં પહોસી પણ જાય છે. ગામમાં રોહનનું ઘર કયાં આવ્યું એમ પૂછે છે અને એક વ્યક્તિ તેમનાં ઘર સુધી લઈ જાય છે. તેમના ઘરે ચા પાણી પીને પછી એ વ્યક્તિ કહે છે, કે રોહન બહુ હુશિયાર હતો.એના કહેવાથી મે એક નંબર પર મે લોટરી લીધી હતી અને મને પચાસ લાખ રૂપિયાનું ઇનામ મળ્યું છે એમાંથી હું તમને દસ લાખ રૂપિયા આપવા માંગુ છું. ત્યારે તેમના માં બાપને પોતાના દિકરા પર ગર્વ થાય છે. અને પેલો આવનાર વ્યક્તિ પણ રજા લે છે જવાની!
તરત ગામમાં ઢોલ વગાડીને ગામને ભેગુ કરવામાં આવે છે અને એ દસ લાખ રૂપિયા રોહનના બાપુજી, ગામમાં સ્કુલ બનાવવા માટે આપે છે. ગામલોકો પાસેથી ફાળો કરીને એક સરસ મજાની સ્કૂલ બનાવે છે અને સ્કુલનું નામ રાખે છે “કાંકરીચાળો”