કવિતા: 3 એનઘેન ઉતાવળી – મહાવીર રાવ

એનઘેન ઉતાવળી હાલી હું તો તારી વાટુના મચ્યા તોફાન

અડધા બે’ડે અધીરી હાલી હું તો સખીયે આપ્યાં એંધાણ

આડબીડ આભાગ્યો મારગ ને કાંટે કર્યા કમઠાણ.

ગાગરડી મારી કુવે પડી ને મે’તો દશુના લીધાં સંધાણ

અણોહરો આંખ્યુ નો આરો ને મીટ્યુના માંડયા મંડાણ.

એનઘેન ઉતાવળી હાલી હું તો તારી વાટુના મચ્યા તોફાન…..

ઉઘાડા પગે હું તો હરખના વેગે મે’તો પવન ના બાંધ્યા પલાણ

વગડાના વેણે મે’તો પાનખર પોંખ્યાને ભીતર શમ્યા તોફાન..

ટહુકા ખરેને ડાળી ઝુલે ને મીઠા મધ જરતા વરતાણ

શમણાની સાંજે ને ભ્રમણા ભાંગે ને મળ્યાં આવતડા એંધાણ..

એનઘેન ઉતાવળી હાલી હું તો તારી વાટુના મચ્યા તોફાન…