કવિતા 2

અતુલની સાથે

જામી છે મ્હેફીલ અતુલની સાથે,

આ નગર બને ઝીલ અતુલની સાથે!

તારી મૈત્રીનો દોર કપાશે નૈ

તું મૂકી દે ઢીલ અતુલની સાથે!

એ આખું ઝરણું રોકી રાખે છે

કમળ બની રોજ ખિલ અતુલની સાથે!

છોડ ઉગે છે ગઝલ બનીને દિલમાં

થાશે આવું ફીલ અતુલની સાથે!

ભાલા ને બરચી ફેંકે શું વળશે,

ફૂલોની મંજીલ અતુલની સાથે!

-ડૉ. મનોજકુમાર પરમાર