પેલા પંખીને…
અહીં અલ્યા જો; પેલા પંખીને આવ્યું આંસુ,
ભૂલતો એની શુ હોય,મોંઘુ પડ્યું જોવું ત્રાંસુ.
પંખીને આવ્યું આંસુ.
કોણ સમજ્યું’ને કોણ સમજશે તારી વ્યથા,
અહીંતો બસ કાંસાનું બને સોનુ ને સોનાનું કરે કાંસુ.
પંખીને આવ્યું આંસુ.
ખૂબ વેઠયું’ને હજુ તારે ખૂબ વેઠવાનું,
હળ ખેંચે બળદ,માલીક ખાય બગાસું.
પંખીને આવ્યું આંસુ.
એતો ચાતક જ સમજે ‘સખી’ એની જીવનની કથા,
નહિતર કુદરત પાસે વળી કોણ માંગે ચોમાસું,
પંખીને આવ્યું આંસુ.
સખી…(ભાવિક ગઢાદરા)