કવિતા ૩. વૈશાખ તરફ – ડૉ. મનોજકુમાર એલ. પરમાર

કૂપળ ને ડાળી ડોલી વૈશાખ તરફ,

ફૂલોની ફોરમ ફોરી વૈશાખ તરફ.

દૂર ઘણા વગડા સાદ તને પાડે છે,

તું સાંભળ કોયલ બોલી વૈશાખ તરફ.

મુજ ઘર કલરવથી ગુંજી ઉઠતું ત્યારે,

મે જ્યારે બારી ખોલી વૈશાખતરફ.

પથ પથ પરને પાદરમાં પથરાઇ જવા,

ફૂલોની જાજમ દોડી વૈશાખ તરફ

આગુલ મોર પલાશ અને ગરમાળામાં,

રંગોએ રંગત છોડી વૈશાખ તરફ.