સમય ન વેડફો અહીં બહુ સજવા સવરવાનો,
અમારે અહીં રિવાજ છે, પહેલેથી મરવાનો.
ક્યાં લખ્યું છે રાજા, રંક થવાનું હાથોની લકીરોમાં,
નમૂનો મળ્યોછે; ફૂલો ડૂબવાનો અને પથ્થર તરવાનો.
નક્કી કો’કે એની આંખમાં આંજી હશે સપનાની વાત,
નહીંતર આ ફૂલ જેવડી આંખમાં થોડો હોય દરિયો ભરવાનો.
`સખી’ આતો એણે બનાવેલી ચોપાટનો એક ખેલ છે,
નહીંતર હથિયારથી જીવી ગયેલો એ શબ્દોથી થોડો ડરવાનો