કંઈક રાંખ – કનુ ભવા


તહેવાર જેવું તો કંઇક રાખ,
વ્યવહાર જેવું તો કંઈક રાખ.
આંધકારની વાત ક્યાં માંડી!
તું દિવા જેવુ તો કંઈક રાખ.
વાતે વાતે પુરાવાઓ ન માંગ,
તું વિશ્વાસ જેવું તો કંઈક રાખ.
ભરતી ને ઓટ આવ- જા કરે,
તું કિનારા જેવું તો કંઈક રાખ.
તારાં મૌનમાં મિલન વંચાય છે,
તું સંગાથ જેવું તો કંઈક રાખ.
મારી અપેક્ષા વધારે ક્યાં છે ?
તું પહેલાં જેવું તો કંઈક રાખ.